GUJARAT
નસવાડી તાલુકાના તણખલા ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત રાત્રિ સભા યોજાઈ
મુકેશ પરમાર,,નસવાડી
- 24 વર્ષ જનવિશ્વાસ સેવા અને સમર્પણના વિકાસ સપ્તાહ યાત્રા અંતર્ગત નસવાડી ના ભાખા મુકામે યાત્રા નું તાલુકા માં સ્વાગત કરી શરૂઆત કરવામાં આવી ત્યારબાદ અલગ અલગ ગામો માં સભા તથા યાત્રા ના સ્વાગત અને તણખલા ખાતે રાત્રિસભા નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કાર્યક્રમ ના અધ્યક્ષ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ચેતન મેવાસી જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર સાહેબ તાલુકા ભાજપ પ્રમુખશ્રી જયરાજસિંહ ચૌહાણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભાવનાબેન ભીલ જિલ્લા ન્યાય સમિતિ ચેરમેન મુકેશભાઈ પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ પૂર્વ પ્રમુખશ્રી ગોપલસિહ મહામંત્રીશ્રી રાજુભાઈ અને દલસિંગભાઈ તાલુકાના સમિતિ ચેરમેન રેખાબેન તથા આગેવાન નારણકાકા મામલતદારશ્રી વિરાજ સાહેબ ટીડીઓશ્રી હરીશભાઈ તલાટી સાહેબ ઉપસ્થિત રહ્યા.