દીઓદર તાલુકાના સોની ખાતે શ્રી ભૈરવદાદાનો ત્રિ-દીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..
દીઓદર તાલુકાના સોની ખાતે આસોસુદ ૧૨ ને શનિવાર થી ૧૪ ને રવિવાર સુધી શ્રી ભૈરવદાદાનો ત્રિ-દીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
દીઓદર તાલુકાના સોની ખાતે શ્રી ભૈરવદાદાનો ત્રિ-દીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..
દીઓદર તાલુકાના સોની ખાતે આસોસુદ ૧૨ ને શનિવાર થી ૧૪ ને રવિવાર સુધી શ્રી ભૈરવદાદાનો ત્રિ-દીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ જેમાં પ્રથમ દિવસે સવારે ૮.૧૫ કલાકે યજ્ઞ પ્રારંભ,૯.૧૫ કલાકે શોભાયાત્રા, બપોરે ૩ કલાકે મહા અભિષેક, સાંજે ૫ કલાકે સાયં પૂજા-આરતી,બીજા દિવસે સવારે ૮ કલાકે પ્રત પૂજન,૯ કલાકે વાસ્તુ પૂજન, બપોરે ૧૨.૩૯ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા, સાંજે ૫ કલાકે યજ્ઞ પુર્ણાહુતી, તૃતીય દિવસે સવારે સૂર્યદેવની સાક્ષીએ તેલ ફૂલ ચડાવેલ.આ પાવન પ્રસંગે ભૂંજોર દિનેશભાઈ રમાભાઈ ના યજમાન પદે શાસ્ત્રીજી ધિરજકુમાર વ્યાસ ના મુખાવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે પૂજારી દિનેશવન ગૌસ્વામી સહીત દાતાઓની ઉપસ્થિતિમા યજ્ઞ યોજાયો હતો. આ અનેરા અવસરે મૂર્તિના દાતા જયેશભાઈ પ્રજાપતિ,ધજા દંડના દાતા બાબુભાઈ ભેદરૂ,પ્રથમ દિવસે ભાગ્યોદય કોલ્ડ સ્ટોરેજ- ભીલડી અને દ્વિતીય દિવસે ડૉ. પરાગભાઈ પ્રજાપતિ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.પ્રજાપતિ જયેશભાઈ પરાગભાઈ દ્વારા રાત્રે ડાકના તાલે રમેલ (જાતર) નું ભવ્ય આયોજન કરવામાં આવેલ. અમરત રાવળના ડાકના તાલે રાણી ભાટિયાણી અને શેણલ સાઉન્ડના સથવારે કાળ ભૈરવ દાદાના ભુવાજી ભાવેશભાઈ ચૌધરી,સંજય નાણી, ભરત આલ,રાજાભાઈ પ્રજાપતિ સહીત દરેક ભૂવાઓએ આખી રાત્ર રમેલની રમઝટ બોલાવેલ સવારે શુભ ચોઘડીએ સૂર્યદેવની સાક્ષીએ તેલ ફૂલ ચડાવેલ.ત્યારે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,સમાલ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ વીરચંદભાઈ પ્રજાપતિ, સાહિત્યકાર સુરેશભાઈ ઓઝા સહીત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 22530