વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવાથી સુબિરને જોડતા રાજય ધોરીમાર્ગમાં આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.આજરોજ મહારાષ્ટ્રનાં નવાપુર થઈ ઔરંગાબાદ ખાતે જામીયા યુનિવર્સિટીમાં એડમિશન લેવા જઈ રહેલ મરાઠી પરિવારની હુંડાઈ કાર ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આહવા સુબિર માર્ગમાં સુબિર નજીક મહારાષ્ટ્ર પાસિંગ હુંડાઈ કાર.ન.એમ.એચ.15.બી.એન.1122નાં ચાલકે સ્ટેયરિંગ પરથી અચાનક કાબુ ગુમાવતા કાર માર્ગની સાઈડનાં ઊંડા ખીણમાં ખાબકતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અહી માર્ગમાંથી પસાર થતા વાહન ચાલકોને આ અકસ્માતની જાણ થતા કારમાં સવાર ચાર લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવારનાં અર્થે નજીકની સુબિર સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જેમામાં ગંભીર રીતે ઘાયલ થયેલ ફિરોજ શેખ નામનાં ઇસમનું ઘટના સ્થળે મોત નિપજ્યૂ હોવાનું જાણવા મળેલ છે.જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓમાં મોહસીન મન્સુર શેખ,મુસીર શેખ,તથા અબુઝર ફિરોજ શેખ રે.શિરોડી જી.ઔરંગાબાદને શરીરનાં ભાગે નાની મોટી ગંભીર ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની સુબીર સી.એચ.સી. હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ અકસ્માતનાં બનાવમાં કારને જંગી નુકસાન થયુ હતુ.આ બનાવ સંદર્ભે સુબિર પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..