ARAVALLIGUJARATMODASA

મોડાસા એપીએમસી ની ચૂંટણી માટે વેપારી પેનલ બિનહરીફ, ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મોડાસા એપીએમસી ની ચૂંટણી માટે વેપારી પેનલ બિનહરીફ, ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર

સહકાર થી સમૃદ્ધિ નું સૂત્ર સાકાર કરવા ખેડૂત અને વેપારીઓ ના ઉત્થાન માટે સહકારી સંસ્થાઓ દ્વારા કામકાજ હાથ ધરતું હોય છે ત્યારે મોડાસા એપીએમસી ની ચૂંટણી માટે વેપારી પેનલ બિનહરીફ અને ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે 17 ઓકટોબર નના રોજ યોજાશે ચૂંટણી

મોડાસા એપીએમસી એ જિલ્લા ની સૌથી મોટી ખેડૂતો અને વેપારીઓ ની સંસ્થા છે આ સંસ્થાનો વહીવટ વેપારીઓ અને ખેડૂતો દ્વારા ચુંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા કરાય છે ત્યારે મોડાસા એપીએમસી માં આગામી 17 ઓક્ટોબર ના રોજ વેપારી વિભાગ ની ચાર અને ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે ચૂંટણી યોજવાની હતી તે માટે 6 ઓક્ટોબર ના રોજ બંને વિભાગ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા ,આજે બંને વિભાગ ના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો જેમાં વેપારી વિભાગ ના કુલ 5 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાંથી જિલ્લા ભાજપ અગ્રણીઓ ના પ્રયાસ થી એક ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતા વેપારી વિભાગ ના ચાર ઉમેદવારો બિનહરીફ ચુટાયેલ જાહેર થયા હતા આ બાબતે બિનહરીફ ચૂંટાયેલા પ્રતિનિધિ રાકેશ પટેલે જણાવ્યું હતું કે આજે ફોર્મ પરત ખેંચવા ના દિવસે ભાજપ ના મેન્ડેટ વાલા વેપારી વિભાગ ના ચારે ઉમેદવારો બિનહરીફ થયા છીએ એમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓ ના આશીર્વાદ રહ્યા અને મોડાસા એપીએમસી માં વેપરીઓ ના હિત માં કામ કરીશું અને વેપારીઓ ખેડૂતો ને કોઈ પ્રકાર ની તકલીફ ન પડે એનું ધ્યાન રાખીશું એમ જણાવ્યું હતું હવે આગામી 17 ઓક્ટોબર ના રોજ ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં 10 ઉમેદવારો ભાજપ ના મેન્ડેટ વાડા તેમજ અન્ય 17 એમ કુલ 27 ઉમેદવારો ની 17 ઓક્ટોબર ના રોજ ચૂંટણી યોજાશે

વેપારી પેનલના વિજેતા બિનહરીફ ઉમેદવાર

1.ચિરાગકુમાર અશોકભાઈ શાહ

2. નરેન્દ્રકુમાર હીરાલાલ શાહ

3.રાકેશકુમાર મગનલાલ પટેલ

4 યુનુસભાઇ દધાલિયાવાળા

Back to top button
error: Content is protected !!