તા.૦૫.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નગરાળા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવ કાર્યક્રમ યોજાયો
દાહોદ તાલુકાના નગરાળા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવ કાર્યક્રમ માં ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ, નગરાળા ખાતે નવરાત્રી ગરબા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં એમ.એસ.ડબલ્યુ. કૉલેજના વિધાર્થીઓ અને ગુર્જર ભારતી SI કૉલેજના વિધાર્થીઓ હાજર રહ્યા હતા. સૌ પ્રથમ માં અંબાની આરાધના કરી આરતી કરવામાં આવી અને ગરબા મહોત્સવ શરૂ કરવામાં આવ્યો. જેમાં બી.એડ. કોલેજના આચાર્યશ્રી જિતેન્દ્ર પંચાલ સર, ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના આચાર્ય સુથાર સાહેબ, એમ. એસ.ડબલ્યુ. કોલેજના આચાર્ય ડૉ. રાજુભાઇ ભૂરીયા સાહેબ તેમજ કોલેજના અધ્યાપકઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો