BANASKANTHAGUJARATPALANPUR
વિકાસ સપ્તાહ ઉજવણી દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તમાકુ ફ્રી યુથ કેમ્પેઈન જનજાગૃતિ રેલી કરવામાં આવેલ
11 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વિકાસ સપ્તાહ ઉજવણી દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તમાકુ ફ્રી યુથ કેમ્પેઈન જનજાગૃતિ રેલી કરવામાં આવેલ. માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ના આદેશ અનુસાર અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પાલનપુરના માર્ગદર્શન અનુસાર તથા માનનીય મેડિકલ ઓફિસર કુવારસી ડૉ પુષ્પાબેન પટેલ ના સીધા માર્ગદર્શન હેઠળ વિકાસ સપ્તાહ ઉજવણી દરમ્યાન માન. પ્રધાનમંત્રી સાહેબશ્રી ના સ્વપ્ન ને સાકાર કરવા તમાકુ ફ્રી યુવા મિશન ને લઈ તમાકુ નિયંત્રણ અંતર્ગત ગામ- રતનપુર ખાતે રેલી કરવામાં આવેલ. જેમાં તમામ આશા બેહેનો અને તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહી ભવ્ય રેલી કરી જનજાગૃતિ લાવવામાં આવેલ.