વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા ,તા-૧૧ ઓક્ટોબર : શ્રી સારસ્વતમ્ સંચાલિત કે.જી.સાવલા હાઇસ્કૂલ રામણીયામાં માં શાળાના મ.શિ.કિશોરભાઇ નો વિદાય સમારંભ તથા નવરાત્રી મહોત્સવની ઉજવણી એમ દ્વિરંગી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જૂનાશિક્ષકમાં વતનના લાભ મેળવી શાળામાંથી છૂટા થયેલા શિક્ષક કિશોરભાઇ ઢેઢી તેમના પત્ની રંજનબેન તથા પરિવારજનો, તેમજ કચ્છ જિલ્લા આચાર્યસંઘ પ્રમુખ રણજીતસિંહ જાડેજા, ઉપપ્રમુખ ડો. વિષ્ણુભાઈ ચૌધરી, બી. બી. એમ. હાઇસ્કૂલ બિદડાના આચાર્ય રાજેશભાઇ સોરઠીયા, શાળાના આધ વિધાર્થી અને નિવૃત શિક્ષક કિશોરસિંહ ચુડાસમા, રામણીયા ગામના સરપંચ શ્રી બળવંતસિંહ ગોહિલ, બેરાજા પ્રા. શાળાના આચાર્ય જયેશભાઈ સોલંકી, મોટી તુંબડી પ્રા. શાળાના આચાર્ય રોહિતભાઈ બાલસ, શાળાના નિવૃત શિક્ષક ચંદનબેન, શંકરસાહેબ, અરુણભાઈ અને કાનજી ઘેલા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.કિશોરભાઇને શાળા તરફથી સન્માનપત્ર, સ્ટાફ અને વિધાર્થીઓ તરફથી ભેટ આપવામાં આવી હતી. સ્ટાફ અને વિધાર્થીઓ એ પોતાના પ્રતિભાવમાં સાહેબ પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તા. ૨૯/૦૯/૨૦૨૫, સોમવારના રોજ નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું સ્થળ અમ્બે માતાજી મંદિર, રામણિયા હતું, જ્યાં ભક્તિભાવ, આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. શાળાના પ્રિન્સીપાલશ્રી, શિક્ષકવર્ગ તથા સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ નવરાત્રીના પવિત્ર દિવસોને ઉજવ્યા. કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગરબા, થાળી ડેકોરેશન અને ગરબા ડેકોરેશન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ રંગબેરંગી વેશભૂષા ધારણ કરી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગરબા સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓના ઉત્તમ નૃત્ય, સુંદર વેશભૂષા અને સંકલનથી કાર્યક્રમ રંગીન બન્યો હતો. થાળી ડેકોરેશન અને ગરબા ડેકોરેશનમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને કલા રજૂ કરી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ આકર્ષક બન્યો હતો.છોકરાઓમાં “બેસ્ટ ડ્રેસ” અને “બેસ્ટ પ્લેયર” કેટેગરીમાં પ્રથમથી પાંચમા ક્રમ સુધીના વિજેતાઓની પસંદગી કરવામાં આવી. તેમ જ છોકરીઓમાં પણ “બેસ્ટ ડ્રેસ” અને “બેસ્ટ પ્લેયર” કેટેગરીમાં પ્રથમથી પાંચમા ક્રમ સુધીના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા. વિજેતાઓને શાળાના પ્રિન્સીપાલશ્રી અને શિક્ષકમંડળ દ્વારા પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, એકતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની લાગણી સ્પષ્ટ જોવા મળી. નવરાત્રીના આ પાવન અવસર પર સૌએ માતાજીના ચરણોમાં ભક્તિભાવ વ્યક્ત કર્યો અને ગરબા નૃત્ય દ્વારા આનંદ માણ્યો.કાર્યક્રમના અંતે પ્રિન્સીપાલશ્રીએ સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો તથા આવનારા સમયમાં આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વધુ ઉત્સાહથી ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા, વિજેતા વિધાર્થીઓને કાનજી ઘેલા સાવલા પરિવાર એ ઈનામ આપ્યા અને શાળા પરિવારએ ભાગ લેનાર ૭૦ વિધાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ રીતે કાનજી ઘેલાભાઈ સાવલા હાઈસ્કૂલ, રામણિયામાં યોજાયેલ નવરાત્રી ઉજવણી ભક્તિ, આનંદ અને સંસ્કારોથી ભરપૂર રીતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ.