BANASKANTHAGUJARAT

ઓગડ તાલુકાના થરામા દરબારગઢ ખાતે શોકસભામા નિવૃત કર્નલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ….

નવ રચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા દરબારગઢ ખાતે નિવૃત્ત કર્નલ વનરાજસિંહ જાડેજાને રાજવી પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ઓગડ તાલુકાના થરામા દરબારગઢ ખાતે શોકસભામા નિવૃત કર્નલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ….

નવ રચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા દરબારગઢ ખાતે નિવૃત્ત કર્નલ વનરાજસિંહ જાડેજાને રાજવી પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.થરા સ્ટેટમાજી રાજવી વાઘેલા ચંદ્રસિંહજી વિજયસિંહજી ના જમાઈ સાહેબ,થરા નગર પાલિકા ના પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ વિક્રમસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ વાઘેલાના બનેવી સાહેબ અને રાષ્ટ્ર સેવકને ગૌરવ ભેર વિદાય કારગિલ યુદ્ધના વીર યોદ્ધા ભારત સરકાર દ્વારા ૧૯૮૯ માં રાજપુતાના રાયફલને શ્રીલંકા ખાતે એલટીટી સામે યુદ્ધ કરવા મોકલેલ તેમાં જેમણે કમાન સંભાળેલી બ્લુ સ્ટાર ઓપરેશન એવોર્ડ બાય ઈન્દિરા ગાંધી નિવૃત્ત કર્નલ પૂતાના રેજિમેન્ટ વતી ૧૯૯૯ ના કારગિલ યુદ્ધમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર અને ઓપરેશન બ્લુ સ્ટારમાં ફરજ નિભાવનાર કર્નલે ૪૨ વર્ષ સુધી સેનામાં સેવા આપી નિવૃત્તિ બાદ પણ સમાજ સેવા થકી યુવાનોને પ્રેરણા આપતા રહ્યા એવા જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામ ના વતની રાષ્ટ્રસેવાને સમર્પિત જીવન જીવનાર નિવૃત્ત કર્નલ જાડેજા વનરાજસિંહ મહેન્દ્રસિંહ નું ગાંધીનગર ખાતે તા. ૦૫/૧૦/૨૦૨૫ ના રોજ નિધન થતા કર્નલ સાહેબના નિધનના સમાચાર મળતા જ ધ્રોલ સહિત સમગ્ર પંથકમાં અને સૈન્ય વર્તુળો માં શોકની લાગણી છવાઈ હતી. સ્વ.વનરાજસિંહ જાડેજાની થરા દરબારગઢ ખાતે તા.૧૧/૧૦/૨૦૨૫ને શનિવાર ના રોજ શોક સભામાં સગા સ્નેહીજનો,સામાજિક-રાજકીય -ધાર્મિક આગેવાનો,તાણા-થરા નગરજનો વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો.99795 21530

Back to top button
error: Content is protected !!