GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
“મારી દીકરી મારે આંગણે” થીમ સાથેના આયોજિત નમો રેસીડેન્સી સોસાયટીના શેરી ગરબાને પ્રાપ્ત થયું સન્માન.
તારીખ ૧૨/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ ગોધરા નગર સ્થિત પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ ખાતે “શ્રી ગરબા સંવર્ધન સમિતિ”, “શ્રેષ્ઠ ગોધરા સમિતિ ” તથા “પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ” ના સહિયારા પ્રયાસ થકી ગોધરાના વિવિધ વિસ્તારોમાં યોજાતા શેરી ગરબાને પ્રોત્સાહિત કરવાનું ઉમદા કાર્ય હાથ ધરવામાં આવેલ હતું. જે અંતર્ગત ગોધરા નગરની નમો રેસીડેન્સી સોસાયટીના સર્વે ક્રમાંક ૧૧૩૨ પૈકી ૭ના કોમન પ્લોટમાં “માઁ આદ્યશક્તિ ગરબા મંડળ”દ્વારા “મારી દીકરી મારે આંગણે” થીમ સાથે આયોજિત થતાં શારદીય નવરાત્રીના ગરબા મહોત્સવના આયોજકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ હતા. જે ખરેખર પ્રશંસનીય કાર્ય કહી શકાય. સન્માનિત કરનાર આયોજક સંસ્થાઓ દ્વારા મળેલ સન્માન ખરેખર સતત પાંચ વર્ષથી ગરબાનું આયોજન કરનાર આયોજકો તથા સ્થાનિક સૌ રહીશોને ફાળે જાય છે.