GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ

MORBI:મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ

 

 

મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ છે તેઓ મોરબી નજીક આવેલા ટીંબડી ગામના રહેવાસી છે અને હાલ તેઓ બીજી ન્યુઝ ગુજરાતી બનાશ ગૌરવ સમાચારના મોરબી જિલ્લા રિપોર્ટર અને મોરબી ગૌરવ સમાચારના એડિટર તરીકે પત્રકારત્વ ક્ષેત્રમાં મયંક દેવમુરારી ઈમાનદારીપુર્વક ફરજ નિભાવી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે શાંત સુશીલ અને સરળ સ્વભાવના મયંકભાઇ હંમેશા નિખાલસ મુડમાં પોતાની દુનિયામાં મસ્ત રહેતા માણસ છે લોકો સાથે હળીમળીને લાગણીશીલ સ્વભાવના માણસ તરીકેની તેઓની છાપ છે લોકો પ્રત્યેની પ્રેમ ભાવના સંતોષકારક જવાબ આપવાની સાથે પત્રકાર જગતમાં સારી નામના ધરાવે છે મયંકનો અર્થ ચંદ્રની જેમ ચમકવું લોકોના મનને મોહી લેવું મનમોહક બનીને પ્રાણ પ્રશ્નો માટે પોતાના કાર્ય માટે સતત થનગનતું રહેવું ઈમાનદારી કર્મને આધીન કાર્ય કરવુ આ તેઓનો જીવન મંત્ર છે રામાનંદી સાધુ સમાજમાંથી આવતા મયંકભાઇ દેવમુરારી હસમુખા અને મિલનસાર સ્વભાવના છે તેઓ મોરબી જિલ્લામાં યુવા જાગૃત અને નિડર બની પત્રકારત્વ ક્ષેત્રેમાં ફરજ બજાવી રહ્યા છે જેમને નાની ઉંમરે ઉંચી ઉડાન ભરી પત્રકાર જગતમાં ખુબ જ લોકપ્રિય બની જાણીતા બન્યા છે વધુમાં મયંક દેવમુરારી વર્ષ ૨૦૧૪થી પત્રકારત્વ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે અને તેમણે રાજકોટની બી.એચ ગાર્ડી કોલેજમાંથી જર્નાલીસમ એન્ડ માસ કમ્યુનિકેશન પત્રકારત્વનો અભ્યાસ કરેલ છે બાદમાં પત્રકાર જગતમાં ઝંપલાવીને હાલ નિડર અને પારદર્શક રીતે લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે તેમજ પ્રજાની સેવાના ઉદ્દેશ્યથી પોતાનું મોરબી જિલ્લામાં મોરબી ગૌરવ સમાચાર વેબ પોર્ટલ શરૂ કર્યું અને લોકોના પ્રશ્નોને સરકાર સુધી તંત્ર સુધી પહોંચાડીને નિરાકરણ લાવવા સતત પ્રયત્ન કરી તટસ્થ રીતે પત્રકારત્વ કરી રહ્યા છે મયંકભાઈ નાની ઉંમરે મોટું નામ બનાવ્યું હોય તેમ અનેક વખત તેઓને સન્માનિત કરવામાં આવેલ છે ત્યારે આજે તેમના જન્મદિવસે પરીવારના સદસ્યો સગાસંબંધી સ્નેહીજનો મિત્ર સર્કલ હિતેચ્છુ દ્વારા વોટસએપ ફેસબુક સહિત સોશિયલ મીડીયામાં નામી અનામી મિત્રોએ તેમના મો.૮૪૬૦૫ ૬૬૮૭૦ ઉપર શુભેચ્છાનો ધોધ વરસાવીને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે

Back to top button
error: Content is protected !!