MORBI:મોરબીથી ટંકારા સુધી ફિલ્મી ઢબે પીછો કરી ગૌરક્ષકોની ટીમે અબોલ જીવ ભરેલો ટ્રક ઝડપી લીધો
MORBI:મોરબીથી ટંકારા સુધી ફિલ્મી ઢબે પીછો કરી ગૌરક્ષકોની ટીમે અબોલ જીવ ભરેલો ટ્રક ઝડપી લીધો
ગૌરક્ષકોની ટીમે મોરબીથી ટંકારા સુધી ફિલ્મી ઢબે પીછો કરી અબોલ જીવ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી ટ્રક ચાલકે ટ્રક ભગાવી હતી અને ટંકારા સુધી પીછો કર્યા બાદ ચાલક વાહન મૂકી નાસી ગયો હતો ગૌરક્ષકોની ટીમે ૭૦ અબોલ જીવોને છોડાવી મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે
મોરબી ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે વહેલી સવારે કચ્છથી મોરબી થઈને જામનગર એક આઈસર ગાડીમાં અબોલ જીવો ભરી કતલ કરવાના ઈરાદે લઇ જવાના છે જેથી ટીમે મોરબી પાસે વોચ ગોઠવી હતી અને આઈસર જીજે ૦૨ એટી ૮૨૦૦ આવતા રાજપર ચોકડી પોલીસ ચેક પોસ્ટ પાસે રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે આઈસર ચાલકે પુરઝડપે ચલાવી નીકળી ગયો હતો જેથી ગૌરક્ષકોએ પીછો કર્યો હતો અને ચાલુ ડ્રાઈવ દરમિયાન ગાડી માથે નાખીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અંતે ગૌરક્ષકોની મક્કમતા જોઇને ટંકારા નજીક ટ્રક મૂકી આરોપી નાસી ગયો હતો ટ્રકમાં ચેક કરતા ૭૦ પાડા હલનચલન ના કરી સકે તેવી રીતે ખીચોખીચ ભરેલા મળી આવ્યા હતા જેથી ગૌરક્ષકોની ટીમે મુદામાલ પોલીસને સોપ્યો હતો