GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર ઈન્સ્ટા પર હથિયાર સાથેનો ફોટો અપલોડ કરનાર યુવક સહિત બે શખ્સની ઘરપકડ

WAKANER:વાંકાનેર ઈન્સ્ટા પર હથિયાર સાથેનો ફોટો અપલોડ કરનાર યુવક સહિત બે શખ્સની ઘરપકડ

 

 

મોરબી: પરવાનાવાળા બારબોરના હથિયાર સાથેના ફોટા પાડી વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ સોશ્યલ મિડીયામાં અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરનાર ઈસમ તથા હથીયાર પરવાનેદાર સહિત બે ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા કરવામાં આવી છે.


મોરબી એસ.ઓ.જી. પોલીસને સોશ્યલ મીડીયા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. gordhaniyo_ a_k_2697 માં બારબોર હથિયાર સાથેના વિડીયો તથા ફોટાઓ અપલોડ કરેલ હોય જેની વોચ તપાસમા હોય તે દરમ્યાન. પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. gordhaniyo a k 2697 વાળાનું નામ સરનામુ મેળવી તપાસ કરતા આ ઈસમ સરતાનપર રોડ સેન્સો ચોકડી નજીક મેલડી માતાના મંદિર પાસેથી મળી આવતા તેની પુછપરછ કરતા પોતે આજથી આશરે એકાદ મહિના પહેલા પોતાના મોબાઈલમાં સબંધી અલુભાઈ શામજીભાઈ ઉડેચાના લાયસન્સ વાળા હથિયારથી સરતાનપર ગામે આ તેના સબંધી અલુભાઈના ઘરે હથિયાર સાથેનો ફોટો પાડી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. gordhaniyo_a_k_2697 માં પોતાના મોબાઇલથી પોસ્ટ કરેલ હોય જેથી ગોરધનભાઈ વેરશીભાઈ સરાવાડીયા (ઉ.વ.૨૩) રહે. સરતાનપર તા.વાંકાનેર તથા હથિયાર પરવાનેદાર અલુભાઈ શામજીભાઈ ઉડેચા (ઉ.વ.૫૫) રહે. સરતાનપર તા.વાંકાનેરવાળા વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવતા આગળની કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસે હાથ ધરેલ છે.

Back to top button
error: Content is protected !!