કાલોલ ના કાનોડ અને મધવાસ ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયા.
તારીખ ૧૨/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કરવા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા કાનોડ અને મધવાસ ગામ ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત કાર્યક્રમ યોજાયા હતા.આ પ્રસંગે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી હાથ ધરવામાં આવી છે ત્યારે તેમણે જમાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરે છે. આપણે ૨૦૪૭ વિકસિત ભારતનાં સ્વપ્ન તરફ આગળ વધી રહ્યાં છીએ. ત્યારે આપણે યોગદાન આપીએ જરૂરી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે દરેક ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. અંતે સ્વદેશી જાગરણ અભિયાન અંતર્ગત શપથ લઇ કાર્યક્રમમાં ઉપસ્થિત કાલોલ તાલુકા વિકાસ અધિકારી, કાલોલ હેલ્થ ઓફિસર ડૉ.મીનેશ દોશી,કાલોલ તાલુકા ભાજપ મંડળના મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ સવીતાબેન રાઠવા,પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, જીલ્લા પંચાયતના સભ્ય પ્રવિણસિંહ ચૌહાણ,કાલોલ તાલુકા પંચાયતના સભ્ય કુમાર તેજલબેન ગુણવંતસિહ, કિરણભાઇ બેલદાર તથા વિપુલભાઇ પરમાર, પુર્વ કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર,પુર્વ તાલુકા ભાજપ મહામંત્રી કિરણસિંહ સોલંકી સહિતના મહાનુભાવો ના હસ્તે લાભાર્થીઓન વિવિધ પ્રકારની સહાય સહિતની યોજનાઓના મંજૂરીપત્ર આપવામાં આવ્યા હતા.