સંતરામપુરમાં જટિલ બનતી જતી ટ્રાફિકની સમસ્યા
સંતરામપુરમાં જટિલ બનતી જતી ટ્રાફિકની સમસ્યા
રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
👉 સંતરામપુર નગરપાલિકા નું નગરોળ તંત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ….
👉 સંતરામપુર પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે લોકોના ઘેરા પ્રત્યાઘાત
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર નગરના હાર્દ સમા ગોધરા ભાગોળ ચોકડી એટલે કે સરદાર પટેલના પૂતળા થી શરૂ કરીને જીવન વીમા કચેરી સુધી માથાના દુખાવા સમાન બની રહી છે ટ્રાફિકની સમસ્યા, બેંક ઓફ બરોડા થી શરૂ કરીને ગોધરા ભાગોળ ચાર રસ્તા અને ત્યાંથી શરૂ કરીને ગાયત્રી મંદિર સુધી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે રોડ ઉપર એટલે કે નગરપાલિકાના ઉપર દળ કે જે અનઅધિકૃત રીતે ખાણી પીળીની લારીવાળા શાકભાજીની લારીવાળા રેડીમેડ કપડા ની લારીવાળા ફ્રન્ટ ફળ ફ્રૂટ વાળા તેમજ રોડ ઉપર પધારોપરીને વેપાર કરતા ફેરિયાઓને કારણે ટુવિલર લઈને ખરીદી કરવા આવનાર ને પાર્કિંગ ન મળતું હોવાથી આડેધળ ગમે ત્યાં રીક્ષા તેમજ મોટરસાયકલ પાર્ક કરાતા સતત અવરજવર કરતા રાહદારીઓ બીમાર દર્દીઓ તેમજ મહિલાઓને બાળકોને ચાલવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે આ ગોધરા ભાગોળ ચોકડી અને બસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારને લઈને ઘેરી બનતી ટ્રાફિકની સમસ્યા ને કારણે પોલીસ તંત્ર ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં તદ્દન નિષ્ફળ નિવડેલ છે અને સાથે સાથે નગરપાલિકાના નવા આવેલા ચીફ ઓફિસર તેમજ પ્રમુખ કોઈપણ દિવસ સંતરામપુરનો આટો ફેરો માર્યા વગર માત્રને માત્ર ઓફિસમાં બેસીને નિર્ણયો લેતા હોવાને કારણે પ્રજા ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થઈ ચૂકી છે લોકોમાં ચાલતી ચર્ચા મુજબ નવા આવેલા ચીફ ઓફિસર થી લોકોએ એવું જ સમાધાન કરેલ કે આ ચીફ ઓફિસર સંતરામપુર નગર નો વિકાસ કરશે તેમજ પ્રજાને મુશ્કેલીમાંથી બહાર કાઢશે પણ એ માત્ર વાતોને વાતો જ રહી ગઈ ચીફ ઓફિસરને હાજર થઈએ ખાસ્સો એવો સમય થવા આવ્યો છતાં પણ એમના તરફથી નગરમાં કોઈ પણ પ્રકારનો આટો મારવામાં આવ્યો નથી પ્રજાની મુશ્કેલીઓ હલ કરવા માટે કોઈ કઠોર અને કડક નિર્ણય લેવામાં આવ્યો નથી જે કેટલે અંશે વ્યાજબી ગણાય???
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, સંતરામપુરમાં દર મંગળવારે ભરાતી હાટ મેળામાં માં આડેધડ હાથલારી,ગલ્લાવાળા તેમજ પથારાવાળાના અને રીક્ષા ચાલકો દ્વારા નો પાર્કિંગમાં પાર્કિંગ કરાતા ટ્રાફિકજામની સમસ્યા જટિલ અને માથાના દુખાવા સમાન બનવા પામી છે. રાહદારીઓ બીમાર દર્દીઓ વાહનચાલકો ના હાલ બે હાલ છે,ખૂબ જ ગંભીર પરેશાનીનો સામનો કરી રહ્યા છે, સંતરામપુર નું વહીવટી તંત્ર આગળ આવશે ખરું !!?? એવા અનેક સવાલો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે.