Vinchhchiya: વિકાસ સપ્તાહ ૨૦૨૫ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા ખાતે વિકાસ કામોનું લોકાર્પણ અને લાભાર્થીઓને સહાય વિતરણ
તા. 13/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot, Vinchhchiya: દેશના પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પુરા થતા સમગ્ર રાજ્યમાં હાલ વિકાસ મહોત્સવ – ૨૦૨૫ ઉજવવામાં આવી રહ્યો છે.
વિકાસ પર્વ નિમિત્તે રાજ્યભરમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં લોકોને મળી રહેલા વિકાસના લાભો અન્વયે વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત સહિત વિવિધ કાર્યક્રમો મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવી રહ્યા છે. સાથોસાથ રાજ્ય અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણલક્ષી યોજનાઓથી લોકોને અવગત કરાવવા માટે વિકાસ રથ ફેરવવામાં આવી રહ્યો છે
વિકાસ પર્વ નિમિત્તે વિંછીયા તાલુકાના અમરાપુર ખાતે વિકાસ રથના આગમન નિમિત્તે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, મંત્રીશ્રી તેમજ ગામના આગેવાનો દ્વારા વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ગુજરાત વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સૌ કટિબદ્ધ હોવાનું જણાવી વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું.
પ્રધાનમંત્રી વય વંદના, ૧૦૦ ચોરસ વાર પ્લોટની સનદ, સગર્ભા બહેનોને પોષણ કીટ, એન.એફ.એસ.એ. કાર્ડના લાભાર્થીઓ સહિત વિવિધ યોજનાના લાભાર્થીને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
મંત્રશ્રી સહિતના મહાનુભાવો તેમજ ગ્રામજનો દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.