નરેશપરમાર.કરજણ-
કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર બે લકઝરી બસ વચ્ચે અકસ્માત
વડોદરા જિલ્લાના કરજણ પાસે નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા લાકોદરા ગામ પાસે બે ટ્રાવેલ્સ વચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિ ના મોત
કરજણ – પાલેજ વચ્ચે આવેલા કરજણ તાલુકાના લાકોદરા ગામ પાસે વહેલી સવારે ૩:૦૦ વાગ્યા ના અરસામાં સુરત થી રાજકોટ જતી ટ્રાવેલ્સ નંબર.AR-11 E 3600 બીજી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ કરજણ ફાયર વિભાગ ને થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાછળ ની બસમાં કંડકટર ની સીટ પર બેસેલ વ્યક્તિ અને બીજી બસ માં રહેલ એક મહિલાને હાઇડ્રોલિક સાધનો નો ઉપયોગ કરી પતરા કાપી રેસ્ક્યુ કરી ૧૦૮ એમ્બ્યુલન્સની સોંપેલ હતું જેમાં પાછળની બસમાં કંડકટર સીટ પર બેસેલ વ્યક્તિ તેમજ આગળની બસમાં રહેલ મહિલાનું ઘટના સ્થળ પર મોત થયેલ હતું. તેમજ અંદાજિત ૧૫ જેટલા લોકો ને નાની મોટી ઈજાઓ થવા પામી હતી…