શીલ ગામે નેત્રાવતી નદી પરના નવા બંધારાની ડિઝાઈન તૈયાર નવા બંધારાના નિર્માણથી લોએજ, રહીજ, મક્તુપુર, માંગરોળ શહેર વિસ્તાર, શેરીયાજ, આંત્રોલી, દીવસા અને મુળ માધવપુર જેવા ગામોને સિંચાઈની સગવડ મળશે
શીલ ગામે નેત્રાવતી નદી પરના નવા બંધારાની ડિઝાઈન તૈયાર નવા બંધારાના નિર્માણથી લોએજ, રહીજ, મક્તુપુર, માંગરોળ શહેર વિસ્તાર, શેરીયાજ, આંત્રોલી, દીવસા અને મુળ માધવપુર જેવા ગામોને સિંચાઈની સગવડ મળશે
રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલ ગામે નેત્રાવતી નદી પર નવા બંધારાનું આલેખન-ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. બંધારામાં પાણીનો સંગ્રહ થવાથી ખારાશ અટકશે. તેમજ આ બંધારામાં પાણીનો સંગ્રહ થયે નેત્રાવતી–મધુવંતી સ્પ્રેડીંગ કેનાલ તથા નોલી–નેત્રાવતી સ્પ્રેડીંગ કેનાલ દ્વારા માંગરોળ તાલુકાના લોએજ, રહીજ, મક્તુપુર, માંગરોળ શહેર વિસ્તાર, શેરીયાજ, આંત્રોલી, દીવાસા અને મુળ માધવપુર જેવા ગામોને સિંચાઈ તથા પીવાનું મીઠું પાણી ઉપલબ્ધ થશે.જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલ ગામ પાસે નેત્રાવતી નદી પર આવેલ શીલ બંધારા યોજનાનું બાંધકામ વર્ષ ૧૯૭૯માં પૂર્ણ થયું હતું. આ યોજનાથી શીલ, સાંગાવાડા અને ઝરીયાવાડા ગામોની આશરે ૧૬૨ હેક્ટર જમીનને સીધો તથા આડકતરો સિંચાઈનો લાભ મળતો આવ્યો છે.વર્ષ ૨૦૨૩ના ચોમાસામાં નેત્રાવતી નદીમાં ભારે પૂર આવતા બંધારાની બોડીવોલ ધોવાઈ ગઈ હતી. પરિણામે દરિયાનું ખારું પાણી અંદરની બાજુ વધવાની શક્યતા ઊભી થઈ હતી. તે સમયે તાત્કાલિક ધોરણે માટીકામ દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યું જેથી મીઠું પાણી રોકી શકાય અને સંગ્રહ પુનઃ શરૂ થઈ શક્યો.હાલમાં શીલ બંધારા ખાતે નવો બંધારો બાંધવા આલેખન તૈયાર કરવામાં આવ્યુ છે, જેનું અંદાજપત્રક વહીવટી મંજૂરી હેઠળ છે. આ નવો બંધારો તૈયાર થયા બાદ દરિયાનું ખારું પાણી અંદરની બાજુ વધતું અટકશે અને મીઠા પાણીનો સંગ્રહ સુનિશ્ચિત થશે.સાથે જ આ બંધારામાં પાણીનો સંગ્રહ થવાથી નેત્રાવતી–મધુવંતી સ્પ્રેડીંગ કેનાલ તથા નોલી–નેત્રાવતી સ્પ્રેડીંગ કેનાલ દ્વારા માંગરોળ તાલુકાના લોએજ, રહીજ, મક્તુપુર, માંગરોળ શહેર વિસ્તાર, શેરીયાજ, આંત્રોલી, દીવાસા અને મુળ માધવપુર જેવા ગામોને સિંચાઈ તથા પીવાનું મીઠું પાણી ઉપલબ્ધ થશે.શીલ બંધારા યોજનાનું પુનઃનિર્માણ કાર્ય પૂર્ણ થવાથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, જમીન ઉપજાઉ બનશે તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં ખારાશ અટકશે, જે આ વિસ્તારના કૃષિ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.એમ જૂનાગઢ સિંચાઈ વિભાગ કાર્યપાલક ઈજનેર અને માંગરોળ ઘેડ વિસ્તાર પેટા વિભાગ નાયબ કાર્યપાલક ઈજનેરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ