વાવ થરાદમાં સહાય ને લઈને ખેડૂત રેલી યોજાઈ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ થરાદ જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાન પર કોંગ્રેસ આગેવાન ગુલાબસિંહ રાજપૂતની સરકારને અપીલ — ખેડૂતોને તાત્કાલિક વળતર અને સહાય ચૂકવવાની માંગબનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. આ પરિસ્થિતિને લઈને જિલ્લાકૉંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી તાત્કાલિક સહાય અને વળતર ચૂકવવાની માંગ કરી છે.
ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે વાવ, સુઈગામ, ધરણીધર અને થરાદ તાલુકામાં 70 થી 80 ટકા સુધીનું પાકનુકસાન નોંધાયું છે. જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે.અવેદનપત્રમાં તેમણે ખેડૂતોની KCC લોન માફ કરવા, પશુપાલકોને ચારા સહાય, ઘરોને થયેલા નુકસાન માટે વળતર, તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી છે.પૂર્વ ધારાસભ્યએ આક્ષેપ કર્યો કે, પૂર આવ્યાને 35-36 દિવસ વીતી ગયા છતાં સરકાર દ્વારા પાકનુકસાન કે જમીન ધોવાણ માટે કોઈ વળતર આપવામાં આવ્યું નથી. પશુ સહાય અને ઘરવખરી સહાય પણ આશરે 70 ટકા લાભાર્થીઓને મળી નથી, તેમજ કેશડોલ સહાય માત્ર ઘરમાં બે વ્યક્તિઓને જ આપવામાં આવી રહી છે, જે અન્યાય છે.આ મુદ્દાને ગંભીરતાથી લઈ સરકાર તાત્કાલિક સર્વે હાથ ધરી પાકનુકસાનનું વળતર જાહેર કરે તેવી રાજપૂતે માંગણી કરી છે.
જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવેલા આ આવેદનપત્રની નકલ જિલ્લા ખેતીવાડી અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.