GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના વાંસદા ખાતે સામાજિક એકતા અને વિકાસ માટે આદિવાસી સમાજનું ચિંતન શિબિર યોજાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આદિવાસી કોકણા, કોકણી, કુનબી(ડાંગ) સમાજ ગુજરાત રાજ્ય દ્વારા વાંસદા ખાતે આવેલ કિષ્ણા નર્સિંગ કોલેજના હોલમાં સમસ્ત ગુજરાતના સમાજના સંગઠનના હોદ્દેદારો કુળ પરિવારના પ્રમુખમંત્રીઓની રાષ્ટ્રીય સંગઠનમાં તાલુકા જિલ્લા કેન્દ્ર સાથે (NGO) સાથે એક ચિંતન શિબિરનું આયોજનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજનના ભાગરૂપે તેમાં સમાજને સંગઠિત કરવામાં આવતી સમસ્યાઓ બાબતે ચર્ચા કરવામાં આવેલ. જેમાં ખાસ કરીને સાંપ્રત સમયમાં સામાજિક શૈક્ષણિક આર્થિક અને સંસ્કૃતિને સાથે અસ્તિત્વને ટકાવવા માટે જે હાલની પરિસ્થિતિ ઊભી થઈ છે તેના માટે એક પ્રશ્ન ઉપર તમામ સંગઠનને સાથે લઈ રાષ્ટ્રીય મંચ પર લઈ જવા માટે આ ચિંતન શિબિર રાખવામાં આવી હતી. જેના મુખ્ય ઉદ્દેશ્ય તાપી, વ્યારા દેગામ, ડોલવણ, સોનગઢ તેમજ ડાંગ જિલ્લાના સુબીર,આહવા તેમજ નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, ,ખેરગામ તેમજ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના ગામોમાંથી આવેલા પ્રતિનિધિ મંડળ દ્વારા સ્થાનિક- તાલુકા અને જિલ્લાના સમાજમાં સંગઠન ને મજબૂત બનાવવા  આગેવાનો સાથે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરી ગ્રામ્ય લેવલે તેની સમજ આપી હતી. આધુનિક યુગમાં નવયુવાનો સંસ્કૃતિનું પાલન,વાજિંત્રો સાથે દેવી-દેવતાઓ અને તહેવારો એવા અનેક બાબતો ઉપર ચર્ચા કરવા માટે દરેક જિલ્લામાં અને તાલુકાની ટીમો બનાવી તેના સ્થાનિક સંગઠનને જવાબદારી સાથે એક પહેલ કરવામાં આવી હતી. સમાજના રીતી‌-રીવાજો ને વ્યસન, દુષણો, સાથે જન્મ, લગ્ન, મરણ પ્રસંગોમાં થતા ખર્ચા ઉપર નિયંત્રણ કરવા માટે ત્યાંની સ્થાનિક સંગઠનને જવાબદારી આપવા માટે એક નીતિવિષયક બાબતે પ્લેટ ફોર્મ બનાવી અમલવારી માટે જવાબદારી આપવામાં આવી હતી. તેમજ બંધારણમાં આપવામાં આવેલ હક અને અધિકાર સાથે સ્થાનિક લેવલે જળ, જગલ, જમીન, અને પર્યાવરણને બચાવવા માટે સાથે ખેતી અને ધંધો અને નવયુવાનોમાં પરિવર્તન લાવવા માટે કેવી રીતે આ નવી પેઢીને એમાં જોડી શકાય તે બાબતની સમગ્ર ચર્ચા ચિંતન શિબીરમાં કરવામાં આવી હતી.
આ ચિંતન શિબરમાં અધ્યક્ષ તરીકે  આનંદભાઈ બાગુલ, સુરતના ડો. મધુભાઈ ગાયકવાડ, ડાંગના કાશીરામભાઈ બિરારી,  વાંસદાના જગદીશભાઈ પટેલ, કાંતિભાઇ કુનબી, વિનયભાઇ ભોયા તેમજ ચીખલીના ડાહ્યાભાઈ વાઢું ,વલસાડ- ધરમપુરથી મણીભાઈ ભુસારા, કપરાડાના  દિનેશભાઈ ખાંડવી અને સ્થાનિક તમામ આગેવાનોની હાજરીમાં તમામ ચર્ચાઓને એક મત મેળવી અધ્યક્ષ સ્થાને ઠરાવ કરી બહુમતીથી નક્કી કરવામાં આવી હતી.
ચિંતન શિબિર કોકણા સમાજમાં આવેલ સાહિત્ય બાબતે ખૂબજ સરસ રીતે ચાલી આવતી કંસરીની કથાની આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર કોલેજોમાં જેનો અભ્યાસ આજે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, એવા અભ્યાસક્રમોનો ખૂબ બહોળો અને દેશ વિદેશમાં યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આ કંસરીની કથાઓ બાબતે અભ્યાસક્રમમાં સમાવેસ કરવામાં આવેલ હોય તેવા સંજોગોમાં આપણા ખેરગામ ચીખલીના શ્રી ડાહયાાભાઈ વાઢું દ્વારા તારીખ ૨૬/૧૦/૨૦૨૫  નાં રોજ કપરાડા ખાતે થનાર એક આદિવાસી સાહિત્ય મંચના ઉપર કંસરી કથા સંદર્ભે એક પુસ્તકનું વિમોચન કરવામાં આવનાર છે.

Back to top button
error: Content is protected !!