આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી
આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી
તાહિર મેમણ- આણંદ- 13/10/2025 – આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહનો વિકાસ રથ પરિભ્રમણ કરી રહ્યો છે. આજે વિકાસ સપ્તાહના સાતમા દિવસે તારાપુર તાલુકાના વિવિધ ગામો ખાતે વિકાસ રથ પરિભ્રમણ કરીને દુગારી ગામે બાપા સીતારામ ની મઢૂલી ચોકમાં આવી પહોંચતા મહાનુભાવો દ્વારા વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિકાસ રથ વિવિધ ગામો ખાતે ફરીને આવી પહોંચ્યો હતો ઈન્દ્રણજ ગામે જ્યાં ગ્રામજનો દ્વારા વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ અને મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ સહિત વિવિધ સહાયના લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે વિકાસ સપ્તાહના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવવા ગ્રામજનોને અપીલ કરી હતી અને કોઈપણ સાચો લાભાર્થી સહાયથી વંચિત ન રહે તે જોવા માટે અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
વિકાસ રથના માધ્યમથી તારાપુર તાલુકાના વિવિધ ગામો ખાતે વિકાસ રથ ના માધ્યમથી વિકાસ ગાથા ફિલ્મનું નિર્દેશન, વિવિધ સરકારી યોજનાઓના સાહિત્યનું વિતરણ તથા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.