WAKANER:વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો
WAKANER:વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો
મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે વિકાસ સત્તાની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સર્ટિફિકેટ વિતરણ તેમજ લોકાર્પણના કામો માટેનો કાર્યક્રમ યોજાયો હતો.
તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે ગત તા.૧૨/૧૦/૨૦૨૫ ના રોજ વાંકાનેર નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના સર્ટિફિકેટ વિતરણ તેમજ લોકાર્પણ માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાંકાનેર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનું પ્રજાજનો માટે પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચીફ ઓફીસરશ્રી, ઝોનલ ઓફિસરશ્રી તથા અન્ય પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.