MORBI:મોરબીમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ક્વિઝ, નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાઓ યોજાઈ
MORBI:મોરબીમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ક્વિઝ, નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાઓ યોજાઈ
મોરબી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે શ્રી નાલંદા વિદ્યાલય, વીરપર ખાતે નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધા નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીનીઓએ ‘ગુજરાત વિકાસ યાત્રા’, ‘યુવા સશક્તિકરણ’, ‘ મહિલા સુરક્ષા’ તથા ‘સ્વચ્છતા અને સ્વાવલંબન’ જેવા વિષયો પર યોજાયેલી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્તમ વક્તૃત્વ, લેખન કુશળતા અને જ્ઞાન પ્રદર્શન કર્યું હતું, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને પ્રોત્સાહન પુરસ્કારો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી. પી.એચ. લગધિરકા, જિલ્લા બાળ સુરક્ષા એકમના રંજનબેન મકવાણા, શાળાના પ્રિન્સીપાલ, શિક્ષકમંડળ તથા બહોળી સંખ્યામાં વિધાર્થીનીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.