Rajkot: થાણાગાળોલ, વિરપુર, અમરાપુર અને વિંછીયામાં વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાયો
તા. 13/10/2025
વાત્સલયમ્ સમાચાર
વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા : વિવિધ સરકારી સહાયનું વિતરણ
Rajkot: શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ છેલ્લા ૨૪ વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં હરણફાળ ભરીને ગુજરાતે એક અગ્રેસર રાજ્ય તરીકે ઓળખ બનાવી છે. આ વિકાસગાથા જન-જન સુધી પહોંચાડવા હાલ વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે રાજકોટમાં વિકાસ રથ ગત તા. ૧૨ના રોજ જેતપુર તાલુકાના થાણાગાળોલ ગામથી વિરપુર ગામ તેમજ વિંછીયા તાલુકાના અમરાપુર ગામથી વિંછીયા ખાતે પહોંચ્યો હતો.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણાગાળોલ ગામ ખાતે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી પી. જી. ક્યાડાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રૂ. ૫૪ લાખ ૫૦ હજારની રકમના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને રૂ. ૦૪ લાખ ૮૫ હજારની રકમના વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં હતાં. તેમજ વિરપુર ગામમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અશ્વિનાબેન ડોબરીયાની અધ્યક્ષતામાં યોજાયેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં રૂ. ૫૬ લાખ ૫૦ હજારની રકમના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને રૂ. ૨૯ લાખ ૫૦ હજારની રકમના વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં હતાં.
આ ઉપરાંત, વિંછીયા તાલુકાના અમરાપુર ગામમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાનાં અધ્યક્ષસ્થાને આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં રૂ. ૪૮ લાખ ૫૦ હજારની રકમના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને રૂ. ૨૯ લાખ ૫૦ હજારની રકમના વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં હતાં. તેમજ વિછીયામાં પણ વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમોમાં ખેતીવાડી, આરોગ્ય, સંકલિત બાળ વિકાસ યોજના, સમાજ કલ્યાણ, પંચાયત, પુરવઠા, મામલતદાર કચેરીઓ હેઠળ આપવામાં આવતી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.