સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે ખેતીવાડીના વિવિધ લાભોનું વિતરણ કરાયું.
તા.14/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે ખેતીવાડીના વિવિધ લાભોનું વિતરણ કરાયું.
આજરોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે કૃષિ વિકાસ દિન-૨૦૨૫ તેમજ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે ખેતીવાડીના વિવિધ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રે જ્ઞાનવૃદ્ધિ થાય તે હેતુથી કૃષિ વૈજ્ઞાનિક આર. પી. કાલમા દ્વારા પશુપાલન, પશુ સંબંધિત રોગો, ઉપાયો, રસીકરણ સહિતની બાબતો વિશે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી આ ઉપરાંત, પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈએ પણ પ્રાકૃતિક કૃષિ વિશે પોતાના અનુભવ અને વિચારો વ્યક્ત કર્યા હતાં કાર્યક્રમની શરૂઆતમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને પ્રાકૃતિક કૃષિ વિશેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી કાર્યક્રમની આભાર વિધિ મદદનીશ ખેતી નિયામક કે. સી. ઠાકોર દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, જિલ્લા કલેકટર રાજેન્દ્ર કુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. જાલંધરા, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, વઢવાણ મામલતદાર બિજલભાઈ ત્રમટા, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.