BAYAD

અરવલ્લી જિલ્લામાં સાઠંબા તાલુકા મથકે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ 2025 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

કિરીટ પટેલ બાયડ

 

 

અરવલ્લી જિલ્લામાં વિકાસ સપ્તાહ-2025ના ભાગરૂપે સાઠંબા તાલુકામાં કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-2025ની ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ખેડૂતોને ખેતીના આધુનિકીકરણ અને ટકાઉ વિકાસ માટે મહત્વની દિશા આપવામાં આવી, જે જિલ્લાના કૃષિ ક્ષેત્રે નવું બળ પૂરું પાડશે.આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી, આધુનિક ખેતીની પદ્ધતિઓ, ટેકનોલોજીનો ઉપયોગ, અને ટકાઉ ખેતીના મહત્વ વિશે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. ખેડૂતોને ઓર્ગેનિક ખેતી, પાક વૈવિધ્યકરણ, અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી. નિષ્ણાતોએ ખેડૂતોને બજાર સાથે જોડાણ, ઉત્પાદનની ગુણવત્તા સુધારવા, અને ખેતીમાં નવીનતા અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉપરાંત, સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પાક વીમા યોજના, ખેતી સહાય યોજના, અને ખેતી લોન વિશે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી.જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોતાના સંબોધનમાં ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ લઈને ખેતીમાં નવીનતા અપનાવવા અને ઉત્પાદકતા વધારવા પ્રોત્સાહન આપ્યું. તેમણે જણાવ્યું કે જિલ્લા પ્રશાસન ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને ખેતીના વિકાસ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. તેમણે ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીને વધુ લાભદાયી બનાવવા અને પર્યાવરણની જાળવણી સાથે ખેતી કરવા પર ભાર મૂક્યો.

અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “ખેડૂતો આપણા દેશની આર્થિક રીઢ છે, અને તેમનું સશક્તિકરણ રાષ્ટ્રના વિકાસનું મૂળ છે.” તેમણે ખેડૂતોને પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી અપનાવવા, રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા, અને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. તેમણે ખેડૂતોને બજારની માંગને સમજીને ઉત્પાદન કરવા અને ખેતીને આધુનિક બનાવવા પ્રેરણા આપી.આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ નિહાળ્યું.જેના દ્વારા રાજ્ય સરકારની ખેતીલક્ષી નીતિઓ અને યોજનાઓની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી. તેમજ ખેતીવાડી ,બાગાયત,પશુપાલન વિભાગના સ્થળ ઉપર સ્ટોલ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અન્ય તાલુકાના પદાધિકારીશ્રીઓ, વિભાગીય અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમો થકી ખેતીના વિકાસ, ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ, અને જિલ્લાના સર્વાંગી પ્રગતિમાં મહત્વનું યોગદાન આપશે.

***********************

Back to top button
error: Content is protected !!