સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં લાલજી મહારાજ ની જગ્યામાં યોજાયેલ મેળામાં ઠેર ઠેર પાણી ભરાયા.જેમાં સ્ટોલ વેપારીઓ ચિંતામાં મુકાયા.નુકસાન નુ વળતર મળે તેવી આશા સાથે બે હાથ જોડી વિનંતી કરી રહ્યા છે લોકો.ખરીદેલો માલ પર પાણી ફરી વળતા વેપારીઓને લાખોનુ નુકસાન. હજુ પણ પાંચ દિવસ સુધી વરસાદ વરસે તેવી શક્યતા દેખાઈ રહી છે.ભારે વરસાદના પગલે સાયલામાં યોજાયેલ મેળામાં લોકોને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે.જેમાં વેપારીઓની માંગ છે કે મેળાનો સમય લંબાવે અથવા તો ભરેલ રકમ પરત આપે એવી સ્ટોલ અને રાઇડ ધારકોની માંગણી સાથે જણાવ્યું હતું.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા