BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા રવિકૃષિ મહોત્સવનું આયોજન, ખેડૂતોને સાધન સહાયનું વિતરણ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યકક્ષાના પ્રધાન કુવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આયોજન
રવિકૃષિ મહોત્સવનું આયોજન
રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત
ખેડૂતોને સાધન સહાયનું કરાયુ વિતરણ
કૃષિ વિષયક સ્ટોલની લીધી મુલાકાત
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાના પ્રધાન કુવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના કાર્યકાળના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાના પ્રધાન કુવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કલેકટર ગૌરાંગ મકવાણા તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ખેડૂતોને કૃષિ લક્ષી વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ આ પ્રસંગે યોજાયેલ કૃષિ વિષયક સ્ટોલની મહાનુભાવો અને ખેડૂતોએ મુલાકાત લીધી હતી.

Back to top button
error: Content is protected !!