અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ જિલ્લા નો ગુરૂવંદન કાર્યક્રમ યોજાયો
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તમામ સંવર્ગ પંચમહાલ જિલ્લાનો ગુરૂ વંદન કાર્યક્રમ યોજાયો. જેમાં આજના મુખ્ય અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય વક્તા શ્રી રમણભાઈ વણકર ગાયત્રી પરિવારમાંથી ઉપસ્થિત રહ્યા હતા.તમામ સંવર્ગ પ્રાન્ત સંગઠન મંત્રી
સરદારભાઇ મછાર , પ્રાથમિક સંવર્ગ પ્રાન્ત મહામંત્રી અનિરુદ્ધ સોલંકી, માધ્યમિક સંવર્ગ પ્રાન્ત મહામંત્રી જિતેન્દ્ર ઠાકર,પ્રાથમિક જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, ઉચ્ચતર માધ્યમિક જિલ્લા અધ્યક્ષ મોહનભાઈ ચારેલ, પ્રાન્ત મહિલા મંત્રી મીરાં સાદરીયાની વિશેષ ઉપસ્થિતિમાં ગુરૂ વંદન કાર્યક્રમ યોજાયો.*
ગુરૂ વંદન કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય સંવર્ગ ના શિક્ષક બંધુ તથા ભગીની ઉપસ્થિત રહ્યા. જેમાં માધ્યમિક સંવર્ગ જિલ્લા મંત્રી જિતેન્દ્રસિંહ પરમાર,ઉચ્ચતર માધ્યમિક મંત્રી એમિશ જારસાણીયા,સહમંત્રી રમણભાઈ રોહિત સંગઠન મંત્રી હાર્દિક પંચાલ તથા વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમ નું સંચાલન પ્રાથમિક મંત્રી યોગેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
તમામ હોદ્દેદાર શ્રીઓ, એચ. ટાટ જિલ્લા મંત્રી વિરેનભાઈ જોશી તથા દિગંતભાઈ પટેલ,વિજયભાઈ,ડાહ્યાભાઈ તથા મુખ્ય શિક્ષક શ્રીઓ અને શિક્ષક કાર્યકર્તા ભગીની બંધુઓ ૧૩૦ થી વધારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુરુવંદન કાર્યક્રમમાં મુખ્ય વક્તા પ્રાથમિક શિક્ષક અને ગાયત્રી પરિવારના સભ્ય એવા શ્રી રમણભાઈ વણકર દ્વારા ગુરુ અને શિષ્ય વચ્ચે કેવા સંબંધ હોવા જોઈએ*. *સમાજમાં ગુરુઓનું શું મહત્વ છે તે વિશે સમજાવવામાં આવ્યું હતું. આમ પંચમહાલ જિલ્લા નો તમામ સંવર્ગનો ગુરુ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.*