MORBI:પ્રજા હિતલક્ષી પત્રકારત્વ માટે પ્રેસ મીડિયા એસોસિએશન મોરબીની રચના થઈ, આશીર્વાદ કાર્યક્રમથી શ્રી ગણેશ
MORBI:પ્રજા હિતલક્ષી પત્રકારત્વ માટે પ્રેસ મીડિયા એસોસિએશન મોરબીની રચના થઈ, આશીર્વાદ કાર્યક્રમથી શ્રી ગણેશ
મોરબી શહેરમાં પ્રતિદિન પ્રજાહિત ના પ્રશ્નો ને લગતા પત્રકારત્વની માંગ વધતા પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા સહિત વેબ મીડિયાના પત્રકાર મિત્રો દ્વારા સર્વાનુમતે પ્રજાહિતના પ્રશ્નોને વધુ વાંચવા આપવા માટે તેમજ હાલની પરિસ્થિતિમાં પત્રકારો પર તથા દમણને સામે લડવા માટે પ્રેસ મીડિયા એસોસિયેશન મોરબીની રચના કરવામાં આવી જેમાં કોઈપણ પ્રકારના હોદ્દાઓ વગર નાના મોટા તમામ પત્રકારોને સામેલ કરવામાં આવેલ આજરોજ આ પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા પ્રથમ કાર્યક્રમ રૂપે મોરબી શોભેશ્વર રોડ પર આવેલ વૃદ્ધાશ્રમની મુલાકાત લઇ તમામ વડીલોને સાલ અર્પણ કરી તમામના આશીર્વાદ મેળવી પ્રજા હિતલક્ષી પત્રકારત્વ માટે ની શુભ શરૂઆત કરી. આ સમયે વૃદ્ધાશ્રમ ને લગતી તમામ માહિતીઓ તેમજ તેઓને જરૂર સમય એસોસિએશન તેમની સાથે ખડાપગે રહેશે તેવી બાહેધરી પણ આપી. તેમજ મોરબી શહેરમાં પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા તમામ મિત્રોને આ એસોસિયેશન સાથે જોડાવા ખુલવા આમંત્રણ પાઠવવામાં આવે છે.