Rajkot: સ્વચ્છ સર્વેક્ષણ – ૨૦૨૪ રાજકોટ ઝોનમાં મીડીયમ શહેરમા ગોંડલ પ્રથમ, જસદણ ત્રીજા તથા ધોરાજી ચોથા રેન્ક પર
તા.૧૭/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ ની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં રાજકોટ ઝોનમા મીડીયમ શહેરમા ગોંડલ પ્રથમ, જસદણ ત્રીજા સ્થાને તથા ધોરાજી ચોથા રેન્ક પર ઉત્તીર્ણ જાહેર થયા છે.
કેન્દ્ર સરકારે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રાજકોટ ઝોનમાં રાજકોટ જિલ્લાના ગોંડલનો પ્રથમ રેન્ક, જસદણનો ત્રીજો, ધોરાજીનો ચોથો, ઉપલેટાનો છઠ્ઠો રેન્ક, જેતપુરનો સાતમો તેમજ ભાયાવદરનો ૧૫મો રેન્ક જાહેર થયો છે.
આ ઉપરાંત રાજ્ય અને નેશનલ લેવલના રેન્ક તેમજ ટોટલ ૧૨૫૦૦ સ્કોરમાંથી મેળવેલા સ્કોરની યાદી પણ આ સાથે જાહેર કરાઈ છે, જેમાં મીડીયમ સિટીમાં ગોંડલ સમગ્ર રાજ્યમાં ૩૫ માં સ્થાનનો અને રાષ્ટ્રીય સ્તરે ૯૮ માં સ્થાને રહી ૯૧૦૦ સ્કોર મેળવ્યો છે.
નાના સિટીમાં જસદણ રાજ્યમાં ૫૦ માં રેન્કમા તેમજ રાષ્ટ્રીય લેવલે ૧૩૮ રેન્ક મેળવી ૮૮૯૧ સ્કોર પ્રાપ્ત કર્યો છે.
મીડીયમ સિટીમાં ધોરાજી રાજ્ય કક્ષાએ ૬૪ રેન્ક, રાષ્ટ્રીય લેવલે ૧૫૦ રેન્ક મેળવી ૮૫૮૩ સ્કોર હાંસલ કર્યો છે. મીડીયમ સિટીમાં ઉપલેટાએ રાજ્યમાં ૮૩ મો રેન્ક, રાષ્ટ્રીય લેવલે ૧૮૫ ક્રમે રહી ૮૨૯૮ સ્કોર મેળવ્યો છે.
રાજકોટ ઝોનમાં સાતમા ક્રમે આવેલ જેતપુર મીડીયમ સિટીમાં રાજ્ય લેવલે ૯૬ મો રેન્ક તેમજ રાષ્ટ્રીય લેવલે ૨૦૬ રેન્ક પ્રાપ્ત કરી ૮૦૯૭ સ્કોર મેળવ્યો છે. આ ઉપરાંત રાજકોટનું ભાયાવદર ખૂબ નાના શહેરોમાં રાજ્ય લેવલે ૧૩૦ મો ક્રમ, નેશનલ લેવલે ૬૧૬ ક્રમે રહી ૭૩૮૨ સ્કોર મેળવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ માટે શહેરોના સર્વેક્ષણ માટે ફીલ્ડ વિઝીટ કરવામાં આવી હતી. જેમા શહેરો માટે ૧૨૫૦૦ સ્કોર રાખવામા આવ્યો હતો. જેમાં શહેરોએ પ્રાપ્ત કરેલ લક્ષ્યાંકો મુજબ સ્કોર આપવામાં આવ્યા હતા.