
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૭ નવેમ્બર : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક કંપની છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) સંચાલિત પોર્ટ એન્ડ લોજિસ્ટિક સર્વિસિસમાં ઓક્ટોબર મહિના દરમિયાન ઓપરેશનલ કામગીરીમાં વધારો નોંધાયો છે. APSEZ સમગ્ર પોર્ટો ખાતે ઑક્ટોબરમાં કુલ 37.9 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગોનું સંચાલન કર્યું હતું. આ સાથે કંપનીના YTD (વર્ષ-ટુ-ડેટ) કાર્ગો હેન્ડલિંગમાં વધારો થયો છે. કચ્છ સ્થિત મુંદ્રા બંદર ની વાત કરીએ તો, મુંદ્રા બંદરે CT – T2 એ ઑક્ટો-2024માં 1,18,397 કન્ટેનર તથા 65 જહાજોનો નવો સર્વોચ્ચ માસિક બેન્ચમાર્ક સેટ કર્યો હતો. મુંદ્રા પોર્ટના કન્ટેનર ટર્મિનલ T2 ખાતે AMCT T2 એ અગાઉ જુલાઈ 2024માં 98,725 કન્ટેનર અને 55 જહાજોનું સર્વોચ્ચ સંચાલન કર્યું હતું. આ ઉપરાંત અદાણી રેલ્વે સર્વિસિસમાં મુન્દ્રા પોર્ટે ઑક્ટોબર-2024માં કુલ 1,857 ટ્રેનોમાંથી 246 ગુડ્સ ટ્રેન, 1,611 કન્ટેનર ટ્રેનો (832 નિકાસ અને 1025 આયાત) થવા પામી હતી, જે અગાઉના ગુડ્સ અને કન્ટેનર ટ્રેન સહિત કુલ 1,852 ટ્રેનોના સંચાલનનો રેકોર્ડ તોડીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. મુન્દ્રા પોર્ટ ખાતે SPRH ફેસીલીટી ખાતે 662 ટ્રેનનું સફળ સંચાલન કર્યુ હતું અત્રે ઉલ્લેખનિય છે કે આ ફેસીલીટી ખાતે માર્ચ-24માં સૌથી વધુ 663 ટ્રેન હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું.નાણાકીય વર્ષના પ્રથમ દસ મહિનામાં APSEZનું કાર્ગો વોલ્યુમ 257.7 MMT સુધી પહોંચ્યું હતું, વાર્ષિક ધોરણે તેમાં 8%નો વધારો થયો છે. APSEZનું લોજિસ્ટિક્સ રેલ વોલ્યુમ 11% YoY વધીને 0.36 મિલિયન કન્ટેનરનું થયું છે, જ્યારે જનરલ પર્પઝ વેગન ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વોલ્યુમ વાર્ષિક દરે 18% વધીને 12.5 MMT સુધી પહોંચ્યું છે. APSEZનો જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરનો કોન્સોલિડેટેડ નેટ નફો વાર્ષિક ધોરણે 37% વધીને રૂ. 2,412 કરોડ થયો હતો, જે બજારની અપેક્ષાઓને અનુરૂપ હતો. ગત વર્ષના સમાન ગાળામાં તે રૂ. 1,761 કરોડ વધ્યો હતો. APSEZ એ તાજેતરમાં SP પોર્ટ મેન્ટેનન્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઓરિસ્સા સ્ટીવેડોર્સ લિમિટેડ પાસેથી ગોપાલપુર પોર્ટ લિ.માં 95% હિસ્સો ટેકઓવર કર્યો છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર APSEZ પર નજર રાખતા 18 માંથી 16 વિશ્લેષકોએ શેરનું ‘બાય’ ટલે કે ખરીદીનું રેટિંગ આપ્યું છે. છેલ્લા 12 મહિનામાં આ સ્ટોક વાર્ષિક ધોરણે 73.73% અને 36.11% વધ્યો છે.




