GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ખોખરા સી.સી રોડ મંજૂરી બદલ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર અને ધારાસભ્યનો આભાર માનવામાં આવ્યો.

MORBI:ખોખરા સી.સી રોડ મંજૂરી બદલ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર અને ધારાસભ્યનો આભાર માનવામાં આવ્યો.

 

 

મૉરબી પ્રખ્યાત ખોખરા હનુમાનજી રોડ – પીપળી રોડ ઉદ્યોગો માટે ખુશીના સમાચાર : સીસી રોડ મંજૂર, ટૂંક સમયમાં રૉડ નું કામ થશે ચાલું.

મોરબી ) મોરબી: ખોખરા રોડ જે નેશનલ હાઇવેને સીધો સ્ટેટ હાઇવે-321 સાથે જોડે છે, તે માર્ગની ઉદ્યોગોને લાંબા સમયથી પાયાની જરૂરિયાત અનુભવાતી હતી. ઉદ્યોગકારોના હિતને ધ્યાનમાં રાખી આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રીએ આ મહત્વની માંગણી મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી.

રાજ્ય સરકારે આ રજૂઆતને તાત્કાલિક સ્વીકારી અત્યંત ઝડપથી મંજૂરી આપતા ખોખરા હનુમાન રોડ થી ભરતનગર સુધીના સીસી રોડનું ટેન્ડર પાસ કરી વર્ક ઓર્ડર જારી કરી દીધો છે. આ કામગીરી માટે Madhram Construction India Limited એજન્સીની નિયુક્તિ કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં જ રોડનું કામ શરૂ થવાનું છે.

આ નવો સીસી રોડ બનવાથી ખોખરા હનુમાન રોડ તથા પીપળી રોડના ઉદ્યોગોને પરિવહન અને માલસામાનની હિલચાલમાં વિશાળ સહૂલિયત મળશે. સાથે જ પવિત્ર યાત્રાધામ ખોખરા ધામ આવનારા હજારો યાત્રિકોને પણ આરામદાયક અને સુરક્ષિત માર્ગ સુલભ થશે.

મોરબી સિરામિક એસોસિએશન તરફથી રાજ્ય સરકાર તથા આપણા ધારાસભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે કે, ઉદ્યોગોના વિકાસ માટે આ મહત્વપૂર્ણ યોજનાને ઝડપી મંજૂરી આપી સમયસર અમલમાં મૂકી છે.

Back to top button
error: Content is protected !!