વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
મ
ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી ખેરગામ તાલુકા આદિવાસી સમિતિના નેજા હેઠળ ભાજપ, કોંગ્રેસ,આમ આદમી પાર્ટી,સામાજિક સંસ્થાના આદિવાસી અગ્રણીઓ પક્ષાપક્ષી,ધર્મજાત, આંતરિક લડાઈ સાઈડ પર મૂકી આદિવાસી સમાજની એકતા મજબૂત કરવા શનિવારે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એકસાથે શાંતિ અને ભાઈચારા સાથે કરવામાં આવી હતી.જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા બિરસા મુંડા સર્કલ પાસે તેમજ મેઈન બજારમાં આદિવાસી સમાજના આગેવાનોને ગળે ભેટી ફુલ હાર પહેરાવી આદિવાસી દિવસની મુબારકબાદ આપવામાં આવી ત્યારે કોમી એખલાસનો અનેરો માહોલ સર્જાયો હતો.પટેલ ફળીયા ખાતે રેલી પહોચતા વ્હોરા સમાજના આગેવાનો દ્વારા આગેવાનોને ફૂલહારથી રેલીનું સ્વાગત કરી રેલીમાં ઉપસ્થિત લોકોને કોલ્ડ્રીંક્સ પીવડાવવામાં આવ્યા હતા.બિરસા મુંડા સર્કલ પાસેથી ભવ્ય રેલી નીકળી મેઇન બજાર થઈ ગાંધી સર્કલ થઈ આંબેડકર સર્કલ પર પહોંચી હતી,જેમાં હજારોની સંખ્યામાં લોકો રેલીમાં ઉમટી પડ્યા હતા.રેલીમાં આ વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો જોડાયા હતા.ખેરગામ તાલુકાના ભાજપ, કોંગ્રેસ અને આપના અગ્રણીઓએ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એક મંચ પર કરતા અનોખો માહોલ જોવા મળ્યો હતો.ખેરગામ સહિત આસપાસના ગામના અસંખ્ય લોકો વિશ્વ આદિવાસી દિવસની આ મહારેલીમાં જોડાયા હતા,ખેરગામ પોલીસે ખડેપગે રેલીમાં સેવા આપી હતી.