ઓછુ બોલી કલમની તાકાત દર્શાવનાર

દીપક ઠુંમર નો હેપી બર્થ ડે-પત્રકારત્વની મશાલ એક આગવી છબી
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરના જાણીતા પત્રકાર અને ઉદ્યોગસાહસિક દિપક ઠુંમરનો આજે જન્મદિવસ છે. સૌરાષ્ટ્રના રાજકોટથી પ્રકાશિત થતા લોકપ્રિય અખબાર ‘ગુજરાત મિરર’ અને ‘જામનગર મિરર’ સાથે છેલ્લા આઠ વર્ષથી ન્યુઝ એડિટર તરીકે સંકળાયેલા દિપક ઠુંમર પત્રકારત્વ ક્ષેત્રે એક જાણીતું નામ છે. જામનગરના વિકાસ, સ્વસ્થ્ય, સુરક્ષા, પર્યાવરણ, આરોગ્ય અને ઔદ્યોગિક વિકાસ માટે નાગરિકોને જાગૃત કરવાના તેમના પ્રયાસો હંમેશા પ્રેરણાદાયી રહ્યા છે. તેમણે જામનગરના નાગરિકોની ઉજ્જવળ કારકિર્દી માટે અસંખ્ય લેખો પ્રકાશિત કર્યા છે, જે જામનગરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેઓ માત્ર એક પત્રકાર જ નથી, પરંતુ સમાજસેવક, પર્યાવરણ પ્રેમી અને સત્યના હિમાયતી પણ છે.
મહત્વની વાત એ પણ છે કે જામનગર શહેર અને જિલ્લાના તેમ દેવભૂમિ દ્વારકાને લગત એવા અમુક ગરમા ગરમ ન્યુઝ તેઓ સંશોધન કરી એવા પર્દાફાશ કરે છે કે મીડીયાના ફીલ્ડના અમુક મિત્રો ને એમ થઇ જાય કે “યાર….આ આપણે નથી લખી શકતા ‘લાચાર સંહિતા’ લાગુ પડે છે પણ ઠુંમરે લખ્યુ ઇ બરાબર છે………..વગેરે” ઠુંમર એટલા માટે લખે છે કારણ કે એક તો કલેજુ છે બીજુ પુરેપુરી માહિતી છે ત્રીજુ તેઓ નિડર છે ચોથુ તેઓ કોઇની શેહ શરમ કે ઉપકાર હેઠળ દબાયેલા નથી માટે મીડીયાની તાકાતનો તેઓ લખવામાં ભરપુર આનંદ લે છે .
જામનગરના ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે અનેક સંસ્થાઓના પ્રશ્નોને વાચા આપીને તેમને પ્રોત્સાહન આપવાનું કાર્ય દિપકભાઈએ કર્યું છે. તેમણે પોતાના પત્રકારત્વના માધ્યમથી સમાજના નબળા વર્ગોના અવાજને બુલંદ બનાવ્યો છે.તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. તેમના જન્મદિવસ નિમિત્તે, જામનગરના લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરી છે.
પત્રકારત્વની સાથે સાથે તેઓ જામનગરમાં બ્રાસ પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. છેલ્લા 20 વર્ષથી તેઓ આ ઉદ્યોગમાં નવીન વિચારો અને ડિઝાઇન્સ દ્વારા ઉત્પાદનોની રચના કરી રહ્યા છે.
જામનગર અને રાજકોટના ઉદ્યોગોમાં બનેલી 500 થી વધુ વિવિધ પ્રોડક્ટ્સને એમેઝોન દ્વારા વિશ્વના 15 થી વધુ દેશોમાં રિટેલ શોપ્સ દ્વારા (એકસપોર્ટ) નિકાસ કરીને તેઓ વૈશ્વિક સ્તરે જામનગરના ઉદ્યોગને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમનુ જીવન પત્રકારત્વ અને ઉદ્યોગના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે જામનગરના વિકાસ માટે સતત પ્રયત્નો કર્યા છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે. આજે પત્રકાર દિપક ઠુંમરનો જન્મદિવસના આ ખાસ અવસર પર તેમને તેમના મિત્રો, પરિવારજનો અને શુભચિંતકો તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. દિપક ઠુંમર એક જાણીતા અને અનુભવી પત્રકાર છે, જેઓ સમાજના વિવિધ મુદ્દાઓ પર નિડરતાથી અવાજ ઉઠાવવા માટે જાણીતા છે. તેઓ પોતાની નિષ્પક્ષ પત્રકારત્વ માટે સમાજમાં એક આગવું સ્થાન ધરાવે છે.આજના તેમના જન્મદિવસ નિમિત્તે, તેમના મિત્રો અને સહકર્મીઓએ તેમને સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. દિપક ઠુંમરે પણ તેમના તમામ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. અને તેમની શુભકામનાઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના મિત્રો અને શુભચિંતકોનો પ્રેમ અને સહયોગ તેમના માટે સૌથી મોટી પ્રેરણા છે.
_________________________
bharat g. bhogayata
b.sc,ll.b.,d.n.y..(GAU),ind.rltn&personal mnmg,journalism
journalist (gov.accredate)
jamnagar
8758659878





