GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:પત્રકારને પત્રકારત્વ કરતા અટકાવનાર સામે કાર્યવાહી કરવા પ્રેસ મીડિયા એસોસિએશન મોરબીની માંગ

MORBI:પત્રકારને પત્રકારત્વ કરતા અટકાવનાર સામે કાર્યવાહી કરવા પ્રેસ મીડિયા એસોસિએશન મોરબીની માંગ

 

 

તાજેતરમાં બોટાદના હલદડ ગામ ખાતે ખેડૂત અને પોલીસ વચ્ચે બનેલી ઘટના સમયે મહિલા પત્રકાર પોતાની ફરજ નિભાવી ઘટનાનું કવરેજ કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમનો મોબાઈલ ઝૂંટવી લઈ અને પોલીસ સ્ટેશનને લઈ જશું તેવી ધમકીઓ પણ આપવામાં આવેલી જે ખરેખર ગંભીર બાબત કહેવાય જે ઘટનાની અસર તમામ પત્રકાર જગતમાં પડી છે ત્યારે પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી ને સંબોધીને મોરબી જિલ્લા કલેકટર હસ્તક આજરોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં જણાવવામાં આવ્યું કે લોકતાંત્રિક દેશમાં હર કોઈને પોતાનો મંતવ્ય રાખવાનો સંપૂર્ણ અધિકાર છે અને જો તે મંતવ્ય પ્રજાહિત ને લગતું હોય તો તેને પ્રજા સુધી પહોંચાડવાનું સંપૂર્ણ કામ અને જવાબદારી પત્રકારો ની હોય છે. જે જવાબદારીના ભાગરૂપે પત્રકારો નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે ઘણી જગ્યા ઉપર પોલીસ દ્વારા એનકેન પ્રકારે પત્રકારને પણ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય છે. ખરેખર ચોથા સ્તંભ તરીકે જો પત્રકારને સંવિધાનની અંદર સ્થાન મળતું હોય અને તેના અવાજને દબાવવાનો પ્રયત્ન થતો હોય તો ખરેખર એ નીંદર્ય છે અને જે દેશ માટે પણ ખરાબ છે. જો રક્ષક ખુદ કાયદાનો ભંગ કરશે તો દેશનો હાલ બેહાલ થઈ જશે અમારા પ્રેસ મીડિયા એસોસિયેશન મોરબી તરફથી આપને વિનંતી છે કે લોકતંત્રને બચાવવા આવી ઘટના ફરી ન બને તે માટે આ ઘટનાના દોષિતો પોલીસની તાત્કાલિક ધોરણે તપાસ કરી કસુવારને સજા કરાવો.

Back to top button
error: Content is protected !!