કાનજીનગર (અધગામ)પ્રા.શાળા ના આચાર્યનો વયનિવૃત્તિ ભાવ દર્શન સમારોહ યોજાયો..
કાનજીનગર (અધગામ)પ્રા.શાળા ના આચાર્યનો વયનિવૃત્તિ ભાવ દર્શન સમારોહ યોજાયો..
કાનજીનગર (અધગામ)પ્રા.શાળા ના આચાર્યનો વયનિવૃત્તિ ભાવ દર્શન સમારોહ યોજાયો..
ઓગડ તાલુકાના કાનજીનગર (અધગામ) પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ ઈશ્વરભાઈ શિરવાડીયા (નાઈ) નો વય નિવૃત્તિ ભાવદર્શન સમારોહ થરા સ્ટેટ માજીરાજવીપૃથ્વીરાજસિંહ વાઘેલા,અધગામ સરપંચ મુકેશભાઈ ચૌધરી,નિવૃત પ્રોફેસર ડૉ.હેમરાજભાઈ ચૌધરી, વાઘાભાઈ પટેલ,નરસુંગભાઈ નાઈ,જગદીશભાઈ જોષી, વિનય વિદ્યા મંદિરના શિક્ષક એમ.વી.પટેલની ઉપસ્થિતિના યોજાયો હતો.દીપ પ્રાગટ્ય કરી શિક્ષક કિરીટભાઈ સબોસણા એ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. સી.આર.સી. નટુભાઈ કંબોયા (સુથાર) ગાંડાભાઈ થરેચા, વક્તાભાઈ પ્રજાપતિ,સી.એન.ગુર્જર, ભાવાભાઈ પ્રજાપતિ, ડૉ.બાબુભાઈ ચૌધરી, જયંતીભાઈ જોષી, વીરભણભાઈ કળોતરા,તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર સહીત વિશાળ સંખ્યામાંશિક્ષકો,સગા સ્નેહીજનો,સામાજિક રાજકીય આગેવાનો હાજર રહી રમેશભાઈ નાઈ ને મોમેન્ટો આપી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી ભાવ વિભોર સન્માન કર્યું હતું. શાળાના વિધાર્થી ભાઈઓ- બહેનો તેમજ પૂર્વ વિધાર્થીઓએ વય નિવૃત આચાર્યના આશીર્વાદ લીધા હતા કાર્યક્રમનું સંચાલન રાજપુર પ્રા.શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલે કર્યું હતું. બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦