DHROLGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

ગુજરાત સરકારના મંત્રીઓની શપથવિધી વખતે “એ જ અવાજ એ જ ઉદઘોષક”

 

આજનો આખો દિવસ શપથવિધિ સમારોહ અને એની સાથે સંકળાયેલી બાબતોના સમાચારોનો રહ્યો.

પત્રકારમિત્રોએ જાતજાતની રસપ્રદ માહિતીઓ શોધીને મૂકી, પરંતુ એક વાત મારા માટે exclusively બાકી રહી અને તે – શપથવિધિનું સંચાલન!

સને ૧૯૯૯ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈપટેલથી સને ૨૦૨૫ (આજે) મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ – આ બધા શપથ ગ્રહણ સમારોહમાં એક વાત કોમન રહી અને તે – માન . રાજ્યપાલશ્રીના આગમનથી પ્રારંભિક ઉદઘોષણા અને છેક સમાપન સુધીના ઉદઘોષક- ઉદય વૈષ્ણવ .

આજે પણ એ પરંપરા જળવાઈ અને શપથવિધિની ઉદઘોષણાની જવાબદારી ભાઈ ઉદયએ સુપેરે વહન કરી.

રાજ્ય કક્ષાની કોઈ પણ ઉજવણી હોય – ૧૫ ઓગસ્ટ , ૨૬ જાન્યુઆરી , પહેલી મે – કે પછી કાંઈ પણ …. મુખ્યમંત્રીશ્રીકે એનાથી ઉપરના મહાનુભાવોની ઉપસ્થિતિ હોય એટલે કાર્યક્રમનું સંચાલન Uday Vaishnavનું ન હોય તો જ નવાઈ.

રાજ્યના એક અતિ ઉચ્ચ અધિકારીના ધ્યાન પર આ વાત આવી કે ૧૯૯૯ પછીની તમામ શપથવિધિનું સંચાલન ઉદયએ કર્યું છે ત્યારે એમણે સરસ કોમેન્ટ કરી, “એનો અર્થ એમ કે સરકારો ભલે બદલાઈ પણ અવાજ એ નો એ જ રહ્યો છે.”

ફેસબુકમાં આ વિગત મુકવાની સાથે ચિંતક,વિવેચક,લેખક , કવિ આશિષ ખારોડએ  જામનગરથી  ઉમેર્યુ છે કે ……અહી  મારી વોલ પર ગૌરવ સાથે આ વાત શેર કરવાનું કારણ એ કે, એક જ દિવસે રાજ્ય સરકારની સેવામાં જોડાયેલા મિત્રની કોઈ પણ સફળતા એ એના જેટલી જ મારા માટે પણ ગૌરવની બાબત છે.

Congratulations Uday Vaishnav, your best is yet to come

__________________..

regards

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

journalist

8758659878

  • bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!