GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ઈસરોડીયા ગામે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા મોટર સાયકલ પર જતા બે ભાઈઓને અકસ્માત સર્જાતાં મોટાભાઈ નુ મોત.

 

તારીખ ૧૮/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ફરીયાદની વિગત મુજબ નવા વલ્લભપુરા તાલુકા શહેરા ખાતે રહેતા મિતેશકુમાર અમૃતભાઈ માછી તેમજ તેઓના મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ અમૃતભાઈ માછી ઉ.વ.45 એમ બંને ભાઈઓ આજરોજ ઘરેથી મોટરસાયકલ લઈને સવારે 7:30 કલાકે વડોદરા જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં ટુવા વેજલપુર રોડ ઉપર ઇસરોડીયા ગામના વળાંક પાસે 8:30 કલાકે મોટર સાયકલ ચાલક મિતેશભાઇ માછી દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ રોડની બાજુમાં આવેલા ગરનાળા ની દીવાલ સાથે અથડાતા બંને ભાઈઓ રોડ ઉપર પડી ગયા હતા જેથી ચાલક મિતેશકુમાર ને શરીરે તેમજ જમણાં હાથે પગે ઈજાઓ પહોંચી હતી જ્યારે મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ ના માથામાં તેમજ શરીરે અંદરના ભાગોમાં ઈજાઓ પહોંચતા 108 મારફતે ગોધરા સરકારી દવાખાનામાં લાવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ દ્વારા ધર્મેન્દ્રભાઈ અમૃતભાઈ માછીને તપાસ કરતા મરણ ગયેલ હોવાનું જણાવેલ અને મિતેશકુમાર ને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા સમગ્ર બનાવ અંગે રાજેશભાઈ કાંતિભાઈ માછી દ્વારા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!