શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે મહત્વપૂર્ણ સહયોગ: ગણપત યુનિવર્સિટી અને માર્ક કન્સલ્ટન્સી વચ્ચે MoU પર હસ્તાક્ષર
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ, મહેસાણા ખાતે ગણપત યુનિવર્સિટી અને માર્ક કન્સલ્ટન્સીના ડિરેક્ટર શ્રી ઉમેશ મણિલાલ નિનામા વચ્ચે શિક્ષણ, સંશોધન, નવીનતા, ટકાઉ વિકાસ અને કૌશલ્ય વિકાસ માટે એક મહત્વપૂર્ણ સહયોગ સમજૂતી (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમજૂતીનો ઉદ્દેશ યુવાનોને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાથે જોડાણ દ્વારા સશક્ત બનાવવાનો છે, જે ગુજરાતના ઉચ્ચ શિક્ષણ અને ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે નવો માઇલસ્ટોન સ્થાપિત કરશે.
આ MoU હેઠળ બંને સંસ્થાઓ સંયુક્ત રીતે નવીન તકનીકો, ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમો, પ્રોજેક્ટ્સ અને તાલીમ કાર્યક્રમો પર કામ કરશે, જેનાથી વિદ્યાર્થીઓ અને ઉદ્યોગો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત થશે. આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના ડેપ્યુટી વાઇસ ચાન્સેલર ડૉ. કિરણ આમીન અને સિવિલ એન્જિનિયરિંગ વિભાગના ડીન શ્રી વિક્રમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ઉમેશ નિનામાએ જણાવ્યું, “આ ભાગીદારી શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને ઘટાડી, નવીનતા અને ટેકનિકલ શક્તિને વધારવામાં મદદરૂપ થશે.” આ સિદ્ધિ વિજયનગર તાલુકાના ચિતરીયા ગામ, નિનામા પરિવાર અને સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ છે.આ સહયોગ યુવાનોને શિક્ષણ અને કૌશલ્ય વિકાસની નવી તકો પૂરી પાડી, ગુજરાતના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે.
મેહુલ પટેલ
સાબરકાંઠા