HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ

સાબરકાંઠા જિલ્લામાં હથિયાર બંધી સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુલોકઓએ ભેગા થવું નહીં

*સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ*
****

સાબરકાંઠા જિલ્લામાં તા.૦૬/૦૭/૨૦૨૫થી હિન્દુ/જૈન ધર્મનો પવિત્ર ચર્તુમાસ શરુ થયેલ છે તથા આગામી તા.૨૨/૧૦/૨૦૨૫ના રોજ નૂતન વર્ષારંભ તથા ૨૩/૧૦/૨૫ ના રોજ ભાઇબીજનો તહેવાર તથા ૩૧/૧૦/૨૦૨૫ ના રોજ સરદાર પટેલ જંયતી આવતી હોઇ તેમજ સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા ઇનપુટ ધ્યાને લઇ આવનારા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ક્રિષ્ણા વાઘેલા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૨૧/૧૦/૨૦૨૫ થી ૪/૧૧/૨૦૨૫ના કલાક ૨૪-૦૦ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર, સરકારી કચેરીઓ આગળ ધરણા ઉપવાસ, દેખાવોની પ્રવૃતિ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ પ્રતિબંધ પૂર્વ મંજૂરી લીધેલ હશે તેને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
*****

*સાબરકાંઠા જિલ્લામાં હથિયાર બંધી*
****

સાબરકાંઠા જિલ્લામાં તા.૦૬/૦૭/૨૦૨૫થી હિન્દુ/જૈન ધર્મનો પવિત્ર ચર્તુમાસ શરુ થયેલ છે તથા આગામી તા.૨૨/૧૦/૨૦૨૫ના રોજ નૂતન વર્ષારંભ તથા ૨૩/૧૦/૨૫ ના રોજ ભાઇબીજનો તહેવાર તથા ૩૧/૧૦/૨૦૨૫ ના રોજ સરદાર પટેલ જંયતી આવતી હોઇ સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા ખાનગી ઇનપુટ ધ્યાને લેતા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાય રહે તે માટે સાબરકાંઠા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામાં દ્વારા સાબરકાંઠા જિલ્લામાં આગામી ૨૧/૧૦/૨૦૨૫ થી ૪/૧૧/૨૦૨૫ના સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી અને ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીની અગાઉથી મંજુરી મેળવ્યા સિવાય શસ્ત્રો , દંડ, તલવાર, ભાલા, ધોકા, બંદુક, ચપ્પુ, લાકડી, લાઠી, તથા શારિરીક ઈજા પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારના સાધનો ધારણ કરવાની કે સાથે લઈ જવાની મનાઇ ફરમાવેલ છે.

આ જાહેરનામામાં વધુમાં પથ્થરો અથવા ફેંકી શકાય તેવી કોઈપણ પ્રકારની વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાના યંત્રો અથવા સાધનો ધારણ કરવાની એકઠાં કરવાની કે સાથે લઈ જવાની, વ્યક્તિઓ અથવા તેમના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા તૈયાર કરવાની દેખાડવાની, સળગાવવાની કે સાથે લઈ જવાની, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા વિસ્ફોટક પદાર્થો ધારણ કરવાની કે સાથે લઈ જવાની, જેનાથી સુરૂચિનો ભંગ થાય અથવા નિતિનો ભંગ થાય તેવું ભાષણ કરવાની તેવી ચેષ્ટા કરવાની, તેવા ચિત્રો – પત્રિકા – પ્લેર કાર્ડ અથવા વસ્તુ તૈયાર કરવાની અથવા ફેલાવો કરવાની કે સાથે લઈ જવાની, બૂમો પાડવાની – અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ શબ્દો પોકારવા તેમજ અશ્લીલ ગીતો ગાવા અથવા ટોળામાં ફરવાની તથા કોઈ સરઘસમાં જલતી અને પેટાવેલી મશાલ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

આ હુકમ સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉપરી અધિકારીશ્રીઓએ આવું કોઈપણ હથિયાર લઈ જવા ફરમાવ્યું હોય અથવા કોઈપણ હથિયાર લઈ જવાની તેમની ફરજ હોય તેવી વ્યક્તિ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેીટશ્રી, મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીએ અથવા તેઓએ કે જેને શારિરીક અશક્તિના કારણે લાકડી / લાઠી લઈ જવાની પરવાનગી આપવામાં આવી હોય,ખેતી કામે ઓજારો લઈ જતા ખેડૂતો, તેવી વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.
જો કોઈપણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે કે તેમ કરવામાં મદદગારી કરશે તો તે દંડ અને શિક્ષાને પાત્ર થશે.
****

Back to top button
error: Content is protected !!