વાપી-ધરમપુર-વાંસદા-ઉનાઈ-શામળાજી ને.હા.નં.-૫૬થી રાણીફળીયા ચાર રસ્તા થઈ વાંસદા નવા બસ ડેપોને જોડતા રસ્તા માટે ડાયવર્ઝન જાહેર કરાયું…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કાર્યપાલક ઇજનેરશ્રી, પંચાયત (મા.મ) વિભાગ નવસારી, પંચાયત (મા.મ.) પેટા વિભાગ કચેરી હસ્તક વાપી-ધરમપુર-વાંસદા-ઉનાઈ-શામળાજી ને.હા.નં.-૫૬ પરથી રાણીફળીયા ચાર રસ્તા થઈ વાંસદા નવા બસ ડેપોને જોડતો રસ્તો છે. આ ૨સ્તો ૦3 મીટર પહોળાઈમાંથી ૫.૫૦ મીટર પહોળો કરવાનો હોય આ કામગીરી દરમ્યાન આ ર૨તા પર અવર-જવર શક્ય ન હોય આ ૨સ્તાનો ઉપયોગ કરવા રાહદારીઓને આ રસ્તાની જગ્યાએ વૈકલ્પિક રસ્તા તરીકે હનુમાનબારી ચાર રસ્તા થઈ વાંસદા મુખ્ય રસ્તા સુધી આશરે ૧.૦૦ કિમી જેટલું અંતર કાપી તાલુકા મથકે પહોંચવા ઉપયોગમાં લઇ શકાય તેમ છે.
આ કામગીરી સારી અને ગુણવત્તા સભર રીતે કામગીરી કરી શકાય તે માટે આ ૨સ્તાને વાહન વ્યવહાર માટે આગામી તા.૧૬/૧૨/૨૦૨૫ સુધી બંધ કરી ડાયવર્ઝન રૂટ અન્વયે યોગરાજસિંહ બી. ઝાલા, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, નવસારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. જે મુજબ વાપી-ધરમપુર-વાંસદા-ઉનાઈ-શામળાજી ને.હા.નં.-૫૬ પરથી રાણીફળીયા ચાર રસ્તા થઈ વાંસદા નવા બસ ડેપોને જોડતા રસ્તા ઉપર વાહનોના અવર-જવર પર પ્રતિબંધ ફરમાવી વૈકલ્પિક માર્ગ તરીકે હનુમાનબારી ચાર રસ્તા થઈ વાંસદા મુખ્ય રસ્તાનો ઉપયોગ કરવા જણાવાયું છે.આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.