MORBI:મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
MORBI:મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ કુંભાર શેરીમાં આવેલ દામજીભાઈ મોતીભાઈ કુંભારના રહેણાંક મકાનમાં આરોપીઓએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ ૧૭ કિં રૂ.૧૩૬૬૨ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે ફરાર દર્શાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવા ડેલા રોડ ઉપર આરોપી રાકેશભાઈ દામજીભાઈ પાદરેશાએ કબ્જા ભોગવટા વાળા કુંભાર શેરીમાં આવેલ દામજીભાઈ મોતીભાઈ કુંભારના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની કુલ બોટલ નંગ -૧૭ કિં રૂ. ૧૩૬૬૨ ના મુદ્દામાલ સાથે આરોપી હર્ષદભાઈ નાનજીભાઈ મકવાણા (ઉ.વ.૪૯) રહે. મહેન્દ્રપરા શેરી નં -૦૪ એમ.ડી.જી. મોરબીવાળાને પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે રેઇડ દરમ્યાન અન્ય બે ઈસમો રાકેશભાઇ દામજીભાઇ પાદરેશા રહે. મોરબી નવા ડેલા રોડ ઉપર આવેલ કુંભાર શેરીમા આવેલ દામજીભાઇ મોટીભાઇ કુંભારના રહેણાંક મકાનમા તથા હીતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઇ ધોળકિયાને ફરાર દર્શાવી ત્રણે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે