આણંદ ગરીબ ઘર વિહોણા બાળકો ને ફૂડ વિતરણ કરી જન્મદિવસ ઉજવણી.
આણંદ ગરીબ ઘર વિહોણા બાળકો ને ફૂડ વિતરણ કરી જન્મદિવસ ઉજવણી.
તાહિર મેમણ – 19/10/2025 – આઝાદ યુવા મંચ ના પ્રમુખ નો જન્મ દિવસ અનોખી રીતે ઉજવાયો. તારીખ 19 ઓક્ટોબર રવિવાર ના રોજ આઝાદ યુવા મંચ ના પ્રમુખ મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના વાઇસ ચેરમેન તુફેલ મેમણ એ જે ઘણા સમય થી સામાજિક કામો માં જોડાયેલા છે.સામાજિક કામો મેં જેમાં મેઘા મેડિકલ કેમ્પ,સરકારી યોજના ની વિવિધ સ્કીમ ના કેમ્પ,સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ,યુવાઓ ને ભણતર માં વધુ ઉત્સાહ આવે તે માટે વિદ્યાર્થીઓ નું ઇનામ વિતરણ,યુથ કન્વેન્શન, મહિલાઓ માટે સ્પોર્ટ્સ ડે નું સફળ આયોજન કરતા રહે છે. તુફેલ મેમણ આણંદ શહેર ની સાથે મુંબઇ અને ગુજરાત ના વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે જેમાં તેઓ આગવુ સ્થાન ધરાવે છે અને હંમેશા યુવા ના પ્રોત્સાહિત કાર્યો કરતા રહે છે.જેમાં આજે તેમનો જન્મ દિવસ હોવાથી તેમને સમાજ ના યુવાઓ ને વધુ ઉત્સાહિત સંદેશ પ્રાપ્ત થાય તે હેતુ થી આણંદ શહેર માં વિવિધ વિવધ વિસ્તારો માં ગરીબ ઘર વિહોણા અને બાળકો ને ફૂડ વિતરણ કરી તેમના જન્મદિવસ ની ખાસ રીતે ઉજવણી કરી.