DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર રીક્ષાનો અકસ્માત બે લોકો ઈજાગ્રસ્ત, એકનું મોત

તા.24/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના પીપળીધામથી ધાંગધ્રા તાલુકાના ધોરી ગામે પરત આવતા સમય જ્યોતિ હોટલ નજીક રીક્ષાનો અકસ્માત સર્જાયો હતો અકસ્માતનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું સારવાર દરમિયાન યુવાનનું મોત જ્યારે અન્ય બે લોકો ધાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ આગળની કાર્યવાહી ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાનું ધાંગધ્રા અકસ્માતનું હબ બન્યું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા અનેક નિર્દોષ જિંદગીઓ મોતને ભેટતી હોય છે ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીપળીધામથી ધાંગધ્રા તરફ વિજયભાઈ રમણીકભાઈ લકુમ તથા સાથી મીત્ર રીક્ષા મારફતે આવતા હોય તે દરમ્યાન ધાંગધ્રા માલવણ હાઇવે જ્યોતિ હોટલ નજીક રીક્ષાનો અકસ્માત સર્જાયો હતો અકસ્માતનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું આ અકસ્માતમાં વિજયભાઈ રમણીકભાઈ લકુમ તથા અન્ય બે વ્યક્તિ ધાયલ થયેલા જેને સારવાર અર્થે 108 ની મદદથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વિજયભાઈ રમણીકભાઈ લકુમનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ધાયલ થયેલા વ્યકિત હાલ સારવાર હેઠળ છે ઘટનાની જાણ તથા પોલીસ દોડી ગઇ હતી અકસ્માત અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!