GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જીલલાના કડાણા તાલુકાની માલવણ ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી દુર કરાયાં

મહીસાગર જીલલાના કડાણા તાલુકાની માલવણ ગામપંચાયતના સરપંચને હોદ્દા પરથી દુર કરાયાં….

રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર

નાણાકીય ગેરરીતિ અને સત્તાના દુરુપયોગ બદલ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો

 

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની માલવણ જૂથ ગ્રામ પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને નાણાકીય અનિયમિતતાને ગેરરીતીઓ ને પુવૅમંજુરી વગર સહકારી બેકમાં ખાતું પંચાયતનુ ખોલાવા તથા સરપંચે તેના પતિ ના નામે પંચાયત ના ચેક ઈસયુ કરીને સગાવાદ આચરી ને વિકાસ કામમાં ગેરરીતી ઓના મુદધે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાયૅવાહી કરી છે. પંચાયતના સરપંચ જોશનાબેન કિરણકુમાર સોલંકી વિરુદ્ધ થયેલી ફરિયાદો અને કડાણા તાલુકાવિકાસ અધિકારી ના તપાસ એહવાલ અને નિમેલતપાસ સમિતિના અહેવાલને આધારે માલવણ જુથ ગામપંચાયત ના સરપંચ જયોતસનાબેન કિરણકુમાર સોલંકી ને, તાત્કાલિક અસરથી સરપંચનાહોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
માલવણ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જોશનાબેન કિરણકુમાર સોલંકી સામેની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, સરપંચે સત્તાવાર મંજૂરી મેળવ્યા વિના ખાનગી કો-ઓપરેટિવ બેંકમાં પંચાયતનું ખાતું ખોલાવ્યું હતું. આ ઉપરાંત, પંચાયતની વિવિધ ગ્રાન્ટો જેવી કે સીસી રોડ અને વોટર વર્ક્સના કામોમાં ટેકનિકલ કે વહીવટી મંજૂરી મેળવ્યા વગર જ નાણાંનો વ્યય કરવામાં આવ્યો હતો.

સૌથી ગંભીર બાબત એ હતી કે, સરપંચે પોતાના પતિ કિરણકુમાર સોલંકીના નામે રૂ. એક લાખનો ચેક લખી પંચાયતના નાણાંનો અંગત સ્વાર્થ માટે સીધો આર્થિક લાભ કરાવ્યો હતો, જે પંચાયત ધારાની જોગવાઈઓનો સરેઆમ ભંગ છે.

મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં સરપંચ દ્વારા રજૂ કરવામાં આવેલા ખુલાસાઓ બચાવનામાતપાસમાં પાયાવિહોણા સાબિત થયા હતા. આ કડક કાર્યવાહીથી જિલ્લાના અન્ય પંચાયત પ્રતિનિધિઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ઉલલેખનીય છેકે આજ તપાસ પ્કરણમા જેતેસમયના માલવણ ગામપંચાયત ના તલાટી ને પણ તપાસ એહવાલ સંદૅભમા કારણદશૅક નોટીસ અપાયેલ ને તલાટી નો ખુલાસો માનય નહી રાખી ને તલાટી ને તેમની ફરજ પરથી જીલલાવિકાસ અધિકારી દવારા સસપેનડ કરતો હુકમ કરેલ હતો.

માલવણ ગામ પંચાયત માં લોકચચૉ મુજબ સરપંચ ને સરપંચપતિ ને જેતે સમયના તલાટી કમ મતરી ની મીલીભગત થીજ વીકાસકામમા ને નાણાકીય માં ગેરરીતી આચરાયેલ હોઈ આ તમામ સામે ફોજદારી રાહે કાયૅવાહી કરાય ને જે નાણાકીય ગેરરીતીઓ આચરાયેલ છે તે નાણાં પણ તેઓ પાસે થી વસુલ કરવાની કાયૅવાહી હાથધરાય તેવી માગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!