કાલોલ તાલુકાના અડાદરા નજીક ગેંગડીયા તળાવ પાસે ફોર વ્હીલરનું ટાયર ફાટતાં અકસ્માત,ત્રણ ઈજાગ્રસ્ત.

તારીખ ૨૦/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
અડાદરા નજીક ગેંગડીયા તળાવ પાસે આજે એક ફોર વ્હીલરનું ટાયર અચાનક ફાટતાં અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે મોટરસાયકલ સાથે રોડની બાજુએ ઉભેલા રવિભાઈ રાઠોડ, કૌશિકભાઈ રાઠોડ અને હિમાંશુ પરમારને ટક્કર મારી હતી અનેતેઓરોડઉપરપડીગયાહતા.આ અકસ્માતમાં રવિભાઈ રાઠોડને જમણા પગ અને મોઢાના ભાગે, કૌશિકભાઈ રાઠોડને જમણા પગ તથા કમરના ભાગે અને હિમાંશુ પરમારને જમણા પગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ ઈમરજન્સી મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.ગંભીર ઈજાઓને કારણે રવિભાઈ અને કૌશિકભાઈને વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ફોર વ્હીલ ચાલક પોતાનું વાહન મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.સમગ્ર ઘટનાને લઈને ગોરધનભાઈ સોમાભાઈ પટેલ રે ખેડા વ્યાસડા દ્વારા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ફોર વ્હીલ નંબર જીજે ૧૭ બીએ ૭૫૫૨ ના ચાલકની તપાસ શરૂ કરી છે.






