GUJARATKUTCHMANDAVI

અંજારના લોકપ્રિય ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને રાજ્ય કક્ષાના મંત્રીપદ મળતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ– કચ્છ દ્વારા બહુમાન કરાયુ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૩ ઓક્ટોબર : સાદગીના પ્રતિક, વિદ્વાન તથા શિક્ષણ પ્રેમી અંજારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબને ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–કચ્છ જિલ્લાના તમામ સંવર્ગો દ્વારા રતનાલ ગામે બહુમાન કરવામાં આવ્યું.

બહુમાન સમારંભ દરમિયાન માનનીય ત્રિકમભાઈ છાંગા સાહેબને ભારતમાતાની છબી, પુષ્પગુચ્છ, સાલ, પુસ્તક અર્પણ કરી મીઠાઈનુ બોક્સ આપી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સૌએ તેમના મંત્રીપદની નિમણૂકને શિક્ષણક્ષેત્ર માટે ગૌરવની બાબત ગણાવી અભિનંદન સહ શુભકામનાઓ પાઠવેલ હતી.

આ પ્રસંગે પ્રાંત ઉપાધ્યક્ષ મૂરજીભાઇ ગઢવી, સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, સંગઠન મંત્રી હરેશભાઈ ત્રિવેદી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઇ લાખાણી, કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર, આંતરિક ઓડિટર કે.પી. ચૌહાણ, પ્રાથમિક સરકારી કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા, મહામંત્રી રમેશભાઇ ગાગલ, સંગઠન મંત્રી જખરાભાઇ કરાસિયા, પ્રાથમિક ગ્રાન્ટેડ ઉપાધ્યક્ષ મનુભા સોઢા, કચ્છ જિલ્લા એચ.ટાટ મહામંત્રી અમરાભાઈ રબારી, ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ છાંગા, યુનિવર્સિટીના પ્રતિનિધિ ડૉ. મનોજ છાયા, કલ્પેશભાઈ સોરઠીયા સહિતના મહાસંઘના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવાયેલ હતુ.

Back to top button
error: Content is protected !!