નર્મદા : લીમટવાડા ગામે રહેણાંક મકાનમાંથી ૩.૭૮ લાખની કિંમતના સોનાના દાગીના અજાણ્યા ચોરો તફડાવી ગયા

નર્મદા : લીમટવાડા ગામે રહેણાંક મકાનમાંથી ૩.૭૮ લાખની કિંમતના સોનાના દાગીના અજાણ્યા ચોરો તફડાવી ગયા

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે એક મકાનમાંથી સોનાના દાગીના ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે

 

ઉષાબેન રમેશભાઈ નરેશભાઇ વસાવા એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના મકાનનુ ફર્નિચર કામ તથા ફ્લોરીંગના કામ દરમ્યાન ઘરનો સામાન હેરફેર કરી મકાનના પ્રથમ માળે કબાટના ડ્રોવરમાં મુકેલ જેમાંથી દોઢ તોલાની સોનાની ચેન હાલની બજારની આશરે કિ.રૂ.૧,૮૩,૦૦૦/- તથા ૮ ગ્રામની બે જોડ (ચાર નંગ) કાનમાં પહેરવાની જડ જેની હાલની બજારની આશરે કિ.રૂ.૯૭,૬૦૦/- તથા આઠ ગ્રામની એક જોડ કાનમાં પહેરવાની સોનાની કડી જેની હાલની બજારની આશરે કિ.રૂ.૯૭,૬૦૦/- મળી આશરે કુલ કિ.રૂ.૩,૭૮,૨૦૦/- ના દાગીનાની કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી જતા રાજપીપળા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!