MORBI:મોરબી મહારાણાં પ્રતાપ સર્કલ પાસે ઓવરબ્રીજ ની કામગીરીની તંત્ર કોન્ટ્રાકટર મોટી દુર્ઘટના ની શું રાહ જોઈ રહ્યું છે…?શહેર કોંગ્રેસ પ્રમુખ

MORBI:મોરબી મહારાણાં પ્રતાપ સર્કલ પાસે ઓવરબ્રીજ ની કામગીરીની તંત્ર કોન્ટ્રાકટર મોટી દુર્ઘટના ની શું રાહ જોઈ રહ્યું છે…? શહેર કોંગ્રેસ પ્રમુખ
મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ સર્કલ નજીક ચાલી રહેલા ઓવરબ્રિજનું કામ અધૂરું અને અત્યંત જોખમી હાલતમાં હોવા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી
પુષ્પરાજસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઓવરબ્રિજના નિર્માણ સ્થળે સળિયાઓ ખુલ્લા દેખાઈ રહ્યા છે.તેમજ સાઈડમાં લગાવવામાં આવેલા પતરાઓ અત્યંત ખરાબ હાલતમાં છે. આ પરિસ્થિતિને કારણે મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. જો અહીં કોઈ દુર્ઘટના થશે, તો નીચેના ખુલ્લા સળિયાઓને કારણે ઘણા લોકોની જાનહાનિ થવાની સંભાવના છે, જે લોકોના જીવનો સવાલ છે.તેમણે તંત્રને વીડિયોના માધ્યમથી તાત્કાલિક ધોરણે ઓવરબ્રિજનું આ ઝડપથી પૂર્ણ કરવા અને કોઈ મોટા અકસ્માતની રાહ ન જોવા માટે અપીલ કરી છે.









