
તસ્વીર: કુંજન પાટણવાડીયા
યાત્રાધામ ડાકોર ખાતે છેલ્લા કેટલાય સમયથી રેલ્વે સ્ટેશનની બહાર ગલીમાં દારૂ વેચાઈ રહ્યો છે તેવી પ્રજામાં બૂમરાણ થઈ રહી હતી ત્યારે વાત્સલ્યમ સમાચારના પત્રકાર કુંજન પાટણવાડીયા ઘ્વારા માહિતી મળેલ સ્થળ પર જઈને તપાસ કરતા કેટલાક ઇસમો ખુલ્લેઆમ રેલ્વે સ્ટેશનની બહાર ગલીમાં વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા હતા અને ગ્રાહકોની ભારે ભીડ જામી હતી.આ સમગ્ર વિદેશી દારૂનો વ્યાપાર વાત્સલ્યમ સમાચારના પત્રકાર ધ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો અને વોટ્સએપના ડિજિટલ માધ્યમથી ડાકોર પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઇ ને જાણ કરી હતી પરંતુ સરવાળે પરિણામ શૂન્ય મળ્યું હતું અને આ બુટલેગર સામે પોલીસ ના હાથ ટૂંકા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે.ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વિદેશી દારૂના અલગ અલગ જગ્યા એ ખુલ્લેઆમ સ્ટેન્ડ ચાલી રહ્યા છે પરંતુ ડાકોર પોલીસ ને કોઈ ફરક પડતો ન હોય અને બૂટલેગરો થી પોલીસ ને ડર લાગે છે તેવું સ્પષ્ટ દેખાય આવે છે.આગામી સમયમાં આવા ખુલ્લેઆમ દારૂના સ્ટેન્ડ સામે ડાકોર પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું.





